‘મૈં માજી કોર્પોરેટર હૂં, મેરા SMC ઔર પુલિસ મેં સેટિંગ હૈં, રૂ. 1 લાખ દે દો’

સુરતના ગોડાદરાના માજી કોર્પોરેટરે મકાન બાંધનાર શ્રમજીવી પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માગી હોવાની ઘટના સામે આવી છે. ગોડાદરાની ઋષિનગરમાં રહેતા જનાર્દન ભુખલ વર્મા એક પ્લોટ ખરીદી ૬ મહિના પહેલાં બાંધકામ કર્યું હતું.

ર૪ ઓક્ટોબરે બે અજાણ્યા માણસોએ તેમના ત્યાં આવીને કહ્યું કે, યે મકાન કિસને બનાયા હૈ ? યે પ્લોટ કા ફાઇલ મેરે પાસ હૈ, યે તો હમારા પ્લોટ હૈ’ એમ કહી ત્યાંથી નીકળી ગયા હતા.

બીજા દિવસે ફરીથી બે જણા આવ્યા તેઓએ કહ્યું કે ગોડાદરાના માજી કોર્પોરેટર યજુવેન્દ્ર દુબેએ મોકલ્યો છે. તમારી પાસેથી રપ હજાર રૂપિયા લેવાના છે, જોકે જનાર્દને રૂપિયા આપ્યા ન હતા.

ર૮ ઓક્ટોબરે યજુવેન્દ્રએ ફોન કરીને ઘરે મળવા માટે બોલાવ્યો હતો. યજુવેન્દ્રએ કહ્યું કે મૈં માજી કોર્પોરેટર હૂં, મેરા એસએમસી ઔર પુલિસને સેટિંગ હૈ. મૈંને બે-ત્રણ બાર અપને આદમી ભેજે થે લેકિન તુમને પૈસે નહીં દિયે.’

ધમકી આપતાં જણાવ્યું હતું કે તમે જે પ્લોટની જગ્યામાં મકાન બાંધેલ છે તે બીજાની માલિકીનો છે. તમારે સારી રીતે રહેવું હોય અને હેરાન થવું ન હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે.

You might also like