તમારા સ્માર્ટફોનમાં જો આ ખતરનાક વાઈરસ એપ્સ હોયતો ડીલિટ કરી નાખજો

નવી દિલ્હી: મોબાઈલ સિકયોરિટી ફર્મ એપ્થોરિટીએ એન્ટરપ્રાઈસ મોબાઈલ સિકયોરિટી પ્લસે અહેવાલ જારી કર્યો છે. આ અહેવાલમાં રજૂ કરવામાં આ‍વેલા લિસ્ટમાં ૧૦ ઈપીએસ અંગે જણાવવામાંઆવ્યું છે. આ એવી એપ્સ જે દુનિયાભરમાં બ્લેકલિસ્ટેડ છે. વાસ્તવમાં આ એપ્સ નહિ પણ વાઈરસ છે. આ અેપ્સથી ડેટા લીક, ડેટા સ્ટોરેજ અને સિક્યોરિટી પોલિસીનુ પાલન નહિ કરવાની વાત બહાર આવી છે.

રેન્સમ વેયર વાઈરસના એટેક બાગ ગૂગલે પણ આ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી તેની સાથે એન્ડ્રોઈ ફોનના યુઝર્સને પણ સલાહ આપી હતી કે જો તમારા ફોનમાં તે એપ્સ હોય તો તેઓ તરતર ડીલિટ કરી નાખો ગૂગલે વધુમાં જણાવ્યું હતું કે આ એપ્સ દ્વારા સ્માર્ટફોનમાં વાઈરસ એટેક પણ થઈ શકે છે. આવુ એટલા માટે કે આ એપ્સમાં કેટલાંક લુપહોલ્સ હતા. તેની મદદથી હેકર્સ યુઝર્સને સ્માર્ટફોન સુધી પહોંચી તેને હેક કરી શકે તેમ હતા. સાથોસાથ ગૂગલની સિકયોરિટી કંપનીએ દુબેડ જુડી નામની એપ્સમાં માલ વેયરની શોધ કરી હતી. પ્લે સ્ટોર પરથી હટાવવામા આવેલી આ એપ્સ જાણીતી હતી. તેમાં કેટલીક એપ્સ એવી હતી કે તેને પાંચ મિલિયન સુધી ડાઉનલોડ કરવામાં આવી ચૂકી હતી.

આવી હતી તમામ એપ્સ
• અેન્ડ્રોઈડ સિસ્ટમ થિમઃ આ અેપમાં માલ વેયર ડિટેકટ થયો હતો.
• બોયફ્રેન્ડ ટ્રેકરઃ આમાં ફોનના આઈએમઈઆઈ નંબર અને ડેટાને હેકર્સને સ્ન્ડ કરનારા વાઈરસ જોવા મળ્યા હતા.
• ચિકન પઝલઃ આમાં લોકેશન ટ્રેક કરનારો વાઈરસ મળ્યો હતો.
• ડિવાઈસ અેલાઈવઃ આ એપમાં પણ વાઈરસ ડિટેકટ થયો હતો.
• જીજીઝેડ વર્ઝનઃ આમાં માલ વેયર ઼ડિટેકટ કરવામાં આવ્યો હતો.
• પૂટ ડિબગઃ આમાં પણ માલ વેયર ડિટેકટ થયો હતો.
• સ્ટારવોરઃ આમાં પણ માલ વેયર ડિટેકટ થયો હતો.
• વાઈલ્ડ ક્રોકોડાઈલ સિમ્યુલેટરઃ આમાં પણ માલ વેયર ડિટેકટ થયો હતો.
• વેયર ઈઝ માય ડ્રોઈડ પ્રોઃ આમાં પણ માલ વેયર ડિટેકટ થયો હતો.
• વેધરઃ આમાં પણ માલ વેયર ડિટેકટ થયો હતો.

You might also like