સ્માર્ટફોન રોકી શકે છે તમારું વધતું જતું વજન, જાણો કેવી રીતે

નવી દિલ્હી: જે લોકો એક જ જગ્યાએ બેસી રહેવાથી મેદસ્વિતાની પકડમાં આવી રહ્યાં છે, તેમનું વજન ઓછું કરવામાં સ્માર્ટફોન મદદ કરી શકે છે. એક અભ્યાસ અનુસાર સ્માર્ટફોનની મદદથી યૂજર્સની એક્ટિવિટીઝ વધી જાય છે અને વજન વધતાની સંભાવનાઓ ઓછી થઇ જાય છે.

એક પાયલોટ સ્ટડીના અનુસાર સ્માર્ટફોન રિમાઇન્ડર્સની મદદથી લોકો એક જ જગ્યાએ બેસી રહેવાથી બચી શકે છે અને વજન વધવાની સંભાવનાઓ અને મેદસ્વિતાને ઓછી કરી શકે છે. સ્ટડી માટે ડાર્લા ઇ. કેન્જડર અને કેરેમ શુવલ નામના રિસર્ચર્સે કેટલાક લોકોને એક્સલરોમીટર પહેરાવો અને 7 દિવસ સુધી સ્માર્ટફોન પણ યૂજ કરવા માટે આપ્યા. જે યૂજર દિવસમાં બે કલાકથી વધુ સમય સુધી એક જ જગ્યા પર બેસી રહે છે, તેમને મેસેજ આવે છે કે સતત બેસી રહેવું સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. તેનાથી લોકો ઉભા થઇને થોડું ચાલવા માટે પ્રેરિત થાય છે.

7 દિવસ સુધી કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યું કે ભાગ લેનાર લોકોમાં આળસ ઓછી જોવા મળી અને વધુ એક્ટિવ રહેવા લાગ્ય. જોવા મળ્યું કે લોકોએ સામાન્યના મુકાબલે 25 ટકા વધુ સમય કોઇને કોઇ એક્ટિવિટી કરવામાં વિતાવ્યો. સ્ટડીના ઓથર્સનું કહેવું છે કે, આળસી વલણ દૂર કરવા માટે એક જગ્યા પર વધુ સમય બેસી રહેવાની પ્રવૃતિથી છુટકારો મેળવવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવો ફાયદાકારક નિવડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લોકો દિવસમાં લગભગ 8 કલાક એક જ જગ્યા પર હલનચલન વિના બેસી રહે છે.

You might also like