સમય સાથે સ્માર્ટ યુવાનોની શોર્ટ થયેલી ભાષા

સમય અને ટેક્નોલોજી સાથે લોકો સ્માર્ટ થવા લાગ્યા છે. જૂની વસ્તુઓ પણ શોર્ટ થવા લાગી. જેમ કે, પહેલાંના સમયમાં રૃમમાં રહેતું કમ્પ્યૂટર હવે આંગળીનાં ટેરવે વાપરી શકાય છે. તેની સાથે આપણી ભાષાના શબ્દો પણ શોર્ટ થવા લાગ્યા છે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કે અન્ય કોઇ ભાષા પોતાનું વિશાળ શબ્દભંડોળ ધરાવે છે. મેસેજપ્રથા અને તે પછી વોટ્સએપ, ફેસબુક સહિતનાં માધ્યમોને કારણે સ્માર્ટ યુવાનો શોર્ટ શબ્દોનો વધુ ઉપયોગ કરે છે.

હાલ જે રીતે મોટા પ્રમાણમાં યુવાનો શોર્ટ શબ્દોનો ઉપયોગ કરે છે તેનો જુવાળ જોતાં રૃઢિવાદી ગણાતી સંસ્થા ઓક્સફર્ડે પણ પોતાનો નિયમ તોડ્યો છે. ઓક્સફર્ડે કેટલાક એવા શોર્ટ ફોર્મ શબ્દોનો પોતાની ડિક્શનરીમાં અધિકારિક ઉમેરો કર્યો છે. ગૂડ નાઇટનું (ખ્તહ)અને ફાઇનનું(ક૯) કહેતા યુવાનો જન્મદિવસે શુભેચ્છાઓ આપવા માટે પણ (રહ્વઙ્ઘ)નો ઉપયોગ કરી રહ્યા છે. જો કે ઘણી વાર યુવાનો આવા શબ્દો ઇન્ટરવ્યૂ અને પ્રોફેશનલ માધ્યમોમાં પણ વાપરવાના કારણે નોકરી ગુમાવે છે.શોર્ટ ભાષાનો ઉપયોગ કરવો તે ખોટું નથી પણ ક્યાં કરવો તેનું ભાન હોવું જરૃરી છે.

હાલ સોશિયલ મીડિયામાં શબ્દો ઉપરાંત ઇમોજીસનો પણ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાઓ શબ્દનો ઉપયોગ કરતાં આવાં ઇમોજીસનો ઉપયોગ વધુ કરે છે. ઇમોજીસનો યુવાઓમાં ક્રેઝ જોતાં કેટલાંક સોશિયલ મીડિયાએ સ્થાનિક ભાષાઓમાં પણ ઇમોજીસ લોન્ચ કર્યાં છે.

જેમાં ટિપિકલી જેન્ડર વાઇઝ અલગઅલગ ઇમોજીસ બનાવવામાં આવ્યાં છે. જેમ કે, યુવકો અને યુવતીઓ માટે કેટલાક ટિપિકલ શબ્દોનો ઉપયોગ થાય છે, એવી જ રીતે હિન્દી ફિલ્મો પરથી પ્રખ્યાત કેરેક્ટરનાં ઇમોજીસ બનાવાયાં છે.
એક ખાનગી કંપનીમાં નોકરી કરતા જિજ્ઞેશ શાહ કહે છે કે, “એક વખત મારી કંપનીના બોસે મને મેસેજ કર્યો હતો. હું રિપ્લાયમાં શોર્ટ ભાષા અને ક્યારેક ઇમોજીસનો ઉપયોગ કરી દેતો હતો. બોસને મારા જવાબની ખબર પડી ન હતી. મારા બોસ મારા પર જોરદાર ગુસ્સે થયા હતા. બીજા દિવસે ઓફિસમાં આવીને મને એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધો હતો.”

કૉલેજના સેકન્ડ યરમાં અભ્યાસ કરતી શેેફાલી જાની કહે છે કે, “સોશિયલ મીડિયા અમારી જનરેશન માટે ઘણું ઉપયોગી છે. મેસેજમાં ઉપયોગ કરાતાં ઇમોજીસ અને શોર્ટ ભાષા ઘણાંને અનુકૂળ પડે છે. કોઇની સાથે મેસેજથી વાત કરવા માટે અમે ટૂંકમાં લખી દેતા હોઇએ છીએ. કેટલીક વખત તેના સાચા સ્પેલિંગ ભૂલી જવાય છે. પહેલાં તો’કેમ છો?’ એવું કોઇને લખીને પૂછતા હતા. હવે ‘કેમ છો?’ લખેલું સ્ટિકર જ મોકલી દઇએ છીએ. જે કેટલાકને સારું લાગતું નથી.” નવી પેઢીની આ શોર્ટ ભાષા પર નજર નાખીએ.

કૃપા મહેતા

You might also like