આ સ્માર્ટ છત્રી ઠંડક પણ આપશે અને મોબાઈલ પણ ચાર્જ કરશે

૧૪૦૦ વર્ષથી સઉદી અરેબિયાના મક્કા અને મદીનામાં લાખો મુસ્લિમો પગપાળા હજ કરવા જાય છે. એવા પાક શહેર મક્કાના સઉદી એન્જિનિયર કમેલ બડવીએ અનોખી હાઈ-ટેક સ્માર્ટ છત્રી તૈયાર કરી છે. છત્રીની ઉપર સોલર પેનલ્સ લગાડેલી છે જેમાંથી પેદા થતો ઈલેક્ટ્રિકલ પાવર છત્રી વાપરનારને ઠંડક આપે છે. છત્રીની સ્ટિકમાં એક ચાર્જર પણ લગાવેલું છે જેમાં ચાલતાં ચાલતાં મોબાઈલ પણ ચાર્જ થઈ શકે છે. આ સ્ટિક GPS પણ ધરાવે છે જેથી શહેરમાં ક્યાંય પણ ફરીને રસ્તા શોધવામાં મદદ રહે છે.

You might also like