નવા મટીરિયલથી તૈયાર સ્માર્ટ ફોનની બેટરી ઝડપથી થઈ શકશે ચાર્જ

લંડન: વિજ્ઞાનીઓએ મટીરિયલના એક એવા નવા વર્ગની ઓળખ કરી લીધી છે, જેનાથી તૈયાર થયેલી સ્માર્ટ ફોનની બેટરી ખૂબ જ ઝડપથી ચાર્જ થઇ શકશે. આ ઉપરાંત તેનો પ્રયોગ ભાવિ પેઢીનાં ઉપકરણોમાં પણ કરી શકાશે.

બ્રિટન સ્થિત યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકોએ બેટરી બનાવવા માટે જ‌િટલ ક્રિસ્ટલ સંરચનાવાળા નિયોબિયન ટંગસ્ટન ઓક્સાઇડ નામના મટીરિયલનો પ્રયોગ કર્યો. તેમણે જોયું કે લિથિયમ આયન્સને તેની અંદરથી પસાર કરતા પરંપરાગત ઇલેક્ટ્રોડ મટીરિયલની તુલનામાં બેટરી ઝડપથી ચાર્જ થવા લાગે છે.

વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ નિયોબિયન ટંગસ્ટન ઓક્સાઇડ નામનું મટીરિયલ સામાન્ય સાઇકલિંગ દરમાં પ્રયોગ કરતાં ઉચ્ચ ઊર્જા ઘનત્વનું પરિણામ આપતું નથી. આ માટે તેમણે એક એપ્લિકેશનનો પ્રયોગ કર્યો, જેનાથી બેટરીનું ચાર્જિંગ ઝડપથી કરી શકાય.

સંશોધકોએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં પ્રયોગ કરવામાં આવતાં નિયોબિયન ટંગસ્ટન ઓકસાઇડમાં એક કઠોર ખુલ્લી સંરચના હોય છે, જેના કારણે તેમાં ઘૂસેલા લિથિયમ આયન ફસાતા નથી. આ કારણે અન્ય ઇલેક્ટ્રોડ મટીરિયલની તુલનામાં તેમાંથી મોટા આકારના કણ પસાર કરી શકાય છે.

ગ્રી‌ફિથ કહે છે કે મોટા ભાગે બેટરી મટીરિયલ બે કે ત્રણ ક્રિસ્ટલ સંરચના પર આધારિત હોય છે, પરંતુ નિયોબિયન ટંગસ્ટન ઓક્સાઇડ આધારભૂત રૂપથી અલગ છે. આ પ્રયોગથી એક એવી બેટરી તૈયાર કરી શકાશે, જે ભાવિ ગેઝેટને સરળતાથી ચલાવી શકે.

સંપૂર્ણ સુર‌િક્ષત છે બેટરી
‘નેચર’ નામના જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ આ મટીરિયલની ભૌતિક સંરચના અને રાસાયણિક વ્યવહારની તપાસ કરતાં સંશોધકો એ પરિણામ પર પહોંચ્યા છે કે તેનાથી તૈયાર સુપરફાસ્ટ ચાર્જિંગ બેટરી સંપૂર્ણ રીતે સુર‌િક્ષત હશે.

You might also like