નવજાત બાળકના ધબકારાની માતા-પિતાને સ્માર્ટ ફોન પર મળશે અપડેટ

વિજ્ઞાનીએ પહેરી શકાય એવાં ગ્રેફિન આધારિત સેન્સર્સ વિકસાવ્યાં છે જે નવજાત બાળકના ધબકારા તેમ જ હૃદયની ગતિ વિશે તેનાં મમ્મી-પપ્પા તેમના સ્માર્ટ ફોન પર અપડેટ આપતાં રહેશે. અત્યંત સંવેદનશીલ લિક્વિડ આધારિત આ ઉપકરણ એના પ્રકારનું એવું ઉપકરણ છે જે સ્લિપ એપ્નિઆ જેવી બીમારી ધરાવતા દરદીઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

ગ્રેફિન તૈયાર કરવું સસ્તું હોવાથી એના પર આધારિત આ સેન્સર્સ પરવડી શકે એવું હશે. બ્રિટનની સસેક્સ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ ગ્રેફિન, પાણી અને તેલના મિશ્રણ એક સંયોજન તૈયાર કર્યું છે.

You might also like