સ્માર્ટ ફોન પર શેર ટ્રેડિંગના કારોબારમાં વધારો

મુંબઈ: દેશમાં સ્માર્ટ ફોન વપરાશકારની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને યુવા વર્ગમાં સ્માર્ટ ફોનનો ક્રેઝ વધ્યો છે. સ્માર્ટ ફોનના વધતા જતા ઉપયોગના કારણે મોબાઇલ ઉપર શેર ટ્રેડિંગ કરવું વધુ સરળ થતાં મોબાઇલ શેર ટ્રેડિંગના કારોબારમાં પણ વધારો થયો છે. છેલ્લા ૨૦થી ૨૪ મહિનામાં રિટેલ રોકાણકાર દ્વારા સ્માર્ટ મોબાઇલ ફોન થકી મોબાઇલ ટ્રેડિંગનું ટર્નઓવર બમણું થઇ ગયું છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે રિટેલ રોકાણકારો કેશ સેગ્મેન્ટમાં ૩૦ ટકા જેટલું ટ્રેડિંગ મોબાઇલ ફોન દ્વારા કરે છે, જ્યારે એફએન્ડઓ સેગ્મેન્ટમાં ૩૫ ટકા જેટલો રિટેલ કારોબાર મોબાઇલ સ્માર્ટ ફોન દ્વારા થાય છે.

નાનાં ગામડાંમાં શેર ટ્રેડિંગ કારોબારીઓની શાખાઓ ન હોવાના કારણે સ્માર્ટ મોબાઇલ ફોન થકી કારોબાર કરવો વધુ સરળ થતાં મોબાઇલ પર શેર ટ્રેડિંગ કારોબાર વધારી રહ્યા છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી એકથી બે વર્ષમાં કુલ ટ્રેડિંગમાં મોબાઇલ આધારિત ટ્રેડિંગનો હિસ્સો વધીને ૪૦થી ૫૦ ટકા થઇ જશે.

You might also like