સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ કરતાં બાળકોની અાંખો ત્રાંસી થઈ શકે

તમારાં નાનાં-નાનાં બાળકો અાખો દિવસ સ્માર્ટ ફોન કે ટેબ્લેટ પર રમ્યા કરતાં હોય તો પ્લીઝ ચેતી જજો. સાઉથ કોરિયન ડોક્ટરોના જણાવ્યા મુજબ પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં વધુ પડતો સ્માર્ટ ફોનનો ઉપયોગ અાંખો માટે નુકસાનકારક છે. સાઉથ કોરિયાના ડોક્ટરો કહે છે કે સ્માર્ટ ફોનનો સ્ક્રીન અાંખની ખૂબ જ નજીક રહે છે તેને કારણે અાંખો ત્રાંસી થવાની શક્યતાઅો વધી જાય છે. એક અાંખ સામે જોતી હોય તો બીજી તરફ ડાબે કે જમણે જોતી હોય તેવું થતું હોય છે. બાળકો સ્માર્ટ ફોનને પોતાના ચહેરાથી માત્ર ૮થી ૧૨ ઇંચ જેટલો જ દૂર રાખે છે.

You might also like