સ્માર્ટફોન પર ગેમ રમવાથી ડિપ્રેશન ઘટે છેઃ રિસર્ચ

નવી દિલ્હી: સ્માર્ટફોન પર ગેમ રમવાને હંમેશાં ખરાબ અાદત કે વ્યસન કહેવાય છે, પરંતુ જો તમે ડિપ્રેશનમાં હો તો અા જ ગેમ તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. અમેરિકાના વિજ્ઞાનીઓઅે દાવો કર્યો છે કે સ્માર્ટફોન પર ગેમ રમવાથી ડિપ્રેશન દૂર થાય છે. વિજ્ઞાનીઓઅે રિસર્ચ કરવા માટે એક ખાસ પ્રકારની ગેમ બનાવી અને ડિપ્રેશનના શિકાર લોકો પર તેનું પરીક્ષણ કર્યું.

વોશિંગ્ટન યુનિવર્સિટીના એક રિસર્ચરે કહ્યું કે ડિપ્રેશનનાં થોડાં લક્ષણો હોય તેવા લોકોને ગેમ રમાડાતાં તેમની સ્થિતિ ઘણી સુધરી. ડિપ્રેશનનો ભોગ બનેલા લોકોને અઠવાડિયામાં પાંચ વાર 20-20 મિનિટ સુધી ગેમ રમવી જરૂરી છે, પરંતુ ઘણા લોકો એવા પણ હતા જેઅો તેનાથી પણ વધુ સમય સુધી ગેમ રમ્યા. વિજ્ઞાનીઓઅે જણાવ્યું કે સામાન્ય ઉપચારના બદલે વીડિયો ગેમ દ્વારા ડિપ્રેશન દૂર કરવાની ટેકનિક વધુ અસરકારક છે. અન્ય અેક અભ્યાસમાં વિજ્ઞાનીઓઅે 600થી વધુ લોકોને લઇને સંશોધન કર્યું. વિજ્ઞાનીઓઅે જાણ્યું કે ડિપ્રેશનનો ઇલાજ કરનારી બીજી થેરપીની સાથે જ વીડિયો ગેમ થોડેક અંશે ડિપ્રેશનનો શિકાર છે તેમના માટે અા ટેકનિક ખૂબ પ્રભાવશાળી છે.
http://sambhaavnews.com/

You might also like