પાંચ કરોડ રજિસ્ટ્રેશન સામે 25 લાખને મળશે ફ્રિડમ 251

નોયડાની કંપની રિંગિંગ બેલ્સ દ્વારા દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન ફ્રીડમ 251નું રજિસ્ટ્રેશન શુક્રવારે શરૂ કરવામાં આવ્યું હતું. કંપનીની વેબસાઇટ પર ફ્રીડમ 251 માટે અત્યાર સુધી પાંચ કરોડ રજિસ્ટ્રેશન થયા છે. પરંતુ કંપની તેમાંથી 25 લાખ લોકોને જ ફોન આપી શકશે.

ફોન બુક કરવા માટે કંપની પહેલા તેમની વેબસાઇટ ફ્રીડમ 251 ડોટ કોમ પર ગ્રાહકોનું રજિસ્ટ્રેશન કરી રહી છે. રજિસ્ટ્રેશનના 48 કલાકની અંદર કંપની તમને ઇમેલ આઇડી પર ચૂકવવાની રકમ માટે લિંક મોકલી આપે છે. એક ઇમેલ આઇડી દ્વારા માત્ર એક જ ફોનનું બુકિંગ કરવામાં આવે છે.

કંપનીએ ગુરૂવાર સુધી એકથી વધારે ફોન બુક કરવા અંગે વિકલ્પ આપ્યો હતો. પરંતુ શુક્રવારે તે વિકલ્પ હટાવી દીધો હતો. કંપનીએ પેમેન્ટ ઓપ્શનને પણ હટાવી દીધું હતું. રિગિંગ બેલના પ્રેસીડેંટ અશોક ચઠ્ઠાએ જણાવ્યું હતું કે કંપની ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાવાળા 25 લાખ લોકોને જ ફ્રીડમ 251 આપી શકશે. જેને પગલે હવે કંપની રજિસ્ટ્રેશન બંધ કરવાનું પણ વિચારી રહી છે. આ ફોન માટે 40 રૂપિયા ડિલેવરી ચાર્જ આપવાનો હોય છે. જેને પગલે ફોનની કિંમત 251 રૂપિયાની જગ્યાએ 291 થઇ જશે.

You might also like