હવે ગ્રાહકોને માત્ર ૯૯ રૂપિયામાં મળશે સ્માર્ટફોન

બેંગલુરુ: સ્માર્ટફોનના ચાહકો માટે ખુશખબર છે કે આગામી દિવસોમાં માત્ર ૯૯ રૂપિયામાં સ્માર્ટફોન ખરીદી શકશે.બેંગલુરુની કંપની નમોટેલે અચ્છે દિનના નામથી આ વર્ષે આવા સ્માર્ટફોનનું લોન્ચિંગ કર્યું છે. જોકે આ ફોનની ડિલિવરી વખતે ગ્રાહકોએ અલગ ચાર્જ ચુકવવાનો રહેશે. ફોનની કેશ ઓન ડિલિવરી કરવાની રહેશે.

આ અંગે કંપનીના પ્રમોટર માધવ રેડ્ડીઅે દાવો કર્યો છે કે આ સ્માર્ટફોન વિશ્વનો સૌથી સસ્તો ફોન છે. થ્રીજી નેટવર્ક ધરાવતા આ ફોનની ડિસપ્લે ચાર ઈંચની છે. અેન્ડ્રોઈડ લોલિપોપ ૫.૧ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા આ ફોનમાં ૧.૩ ગીગાહટર્ઝનુ કવાડકોર પ્રોસેસર અને વન જીબી રેમ છે. આ સ્માર્ટફોનનું બુકિંગ ૧૭ થી ૨૫ મે દરમિયાન કરવામાં આવશે. આ સ્માર્ટફોન માટેની કંપની આ વર્ષે શરૂ થઈ છે. જેનું હેડકવાર્ટર બેંગલુરુમાં છે. સ્માર્ટફોન બનાવનારી આ કંપનીની ચેકઆઉટ ટેકનોલોજી પરેન્ટ કંપની છે. આ કંપની મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી અને ચેન્નઈમાં ઓફિસ ખોલવા માગે છે.

You might also like