રૂ.૨૫૧નો સ્માર્ટ ફોન હજુ હવામાં અને કંપનીએ એલઈડી ટીવીની જાહેરાત કરી

નવી દિલ્હી: નોઈડા સ્થિત રિંગિંગ બેલ કંપની હવે એલઈડી ટીવી અાપવાની યોજના પર કામ કરી રહી છે. કંપનીનો દાવો છે કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઅોના ભાવમાં ક્રાંતિ લાવવા માટે તેમણે અા પગલું ભર્યું છે. તેમની પ્રોડક્ટ ખરેખર અદ્ભુત હશે.
ઉલ્લેખનીય છે કે રિંગિંગ બેલ્સ ૨૫૧ રૂપિયામાં સ્માર્ટ ફોનને લઈને વિવાદોમાં અાવી હતી. કંપનીનો દાવો છે કે તેને પોતાના બહુચર્ચિત ફોન ફ્રીડમ ૨૫૧નું વેચાણ શરૂ કરી દીધું છે.

જો કે હજુ કોઈપણ ગ્રાહકને અા ફોન મળ્યાની વાત સામે અાવી નથી. કંપનીઅે અેચડી એલઈડી ટીવીની કિંમત જણાવી નથી પરંતુ કંપનીનું કહેવું છે કે તે ભારતીય ગ્રાહક ઇલેક્ટ્રોનિક બજારમાં વધુ એક કિંમતની ક્રાંતિ હશે.

૭ જુલાઈઅે અાવશે સૌથી સસ્તો સ્માર્ટ ફોન
સૌથી સસ્તા સ્માર્ટ ફોનને લઈને વિવાદોમાં રહેનાર કંપની રિંગિંગ બેલ્સે ફોન લોન્ચ કરવાની તૈયારી પૂરી કરી લીધી છે. ૭ જુલાઈના રોજ નવી દિલ્હીમાં એક ઇવેન્ટ્સમાં ફોન રજૂ કરાશે. અા ઈવેન્ટ્સમાં એચડી એલઈડી ટીવી પણ લોન્ચ થશે. કંપનીના ફાઉન્ડર અને સીઈઅો મોહિત ગોયલનું કહેવું છે કે ફ્રીડમ ૨૫૧ની ડિલિવરી અાજથી શરૂ થઈ જશે. અગાઉ ૩૦ જૂને ફોન લોન્ચ કરવાની તારીખ બહાર અાવી હતી. કંપનીનો ઇરાદો ૩૦ જૂન સુધી ૨૫ લાખ હેન્ડસેટ લોકો સુધી પહોંચાડવાની યોજના હતી. તે સમયે રજિસ્ટ્રેશન માટે સાત કરોડથી વધુ લોકો સાઈટ પર અાવ્યા હતા અને વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. કંપનીઅે ફર્સ્ટ પેજનાં તમામ ફોન ડિલિવર કર્યા બાદ ફરીવાર રજિસ્ટ્રેશન અોપન કરવાનું પ્લાનિંગ પણ કર્યું છે.

You might also like