સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં પાંચ હજાર સીસીટીવી કેમેરા લગાવાશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ગત તા.રપ જૂન, ર૦૧પએ સ્મા‌ર્ટ સિટી મિશન પ્રોજેક્ટ અમલીકરણની જાહેરાત કરાઇ હતી. કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી પ્રથમ સો શહેરોની યાદીમાં ગુજરાતનાં છ શહેરમાં અમદાવાદનો પણ સમાવેશ કરાયો હતો. અમદાવાદને સ્મા‌ર્ટ સિટી બનાવવાના હેતુથી વિભિન્ન પ્રોજેક્ટની કુલ અંદા‌િજત રકમ રૂ.રર૬પ કરોડ છે. સ્મા‌ર્ટ સિટી અંતર્ગત નાગરિકોને એએમટીએસ અને બીઆરટીએસ બસ સહિતનાં તમામ જાહેર સ્થળોએ સલામતી પૂરી પાડવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ ઢંગથી ચલાવવા શહેરભરમાં પાંચ હજાર સીસીટીવી મુકાશે, જે ઓગસ્ટ-ર૦૧૮ સુધીમાં મુકાઇ જશે.

મ્યુુનિ. કમિશનર મૂકેશકુમારના આગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના રૂ.૬૧૦૧ કરોડના ડ્રાફટ બજેટમાં અમદાવાદને સ્મા‌ર્ટ સિટી બનાવવાના વિભિન્ન પ્રોજેક્ટની વિસ્તૃત રીતે છણાવટ કરાઇ છે, જેમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક બિછાવીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અમદાવાદના શહેરીજનોને પૂર્ણ સુરક્ષાવ્યવસ્થા તેમજ સુનિયો‌િજત ઢંગની ટ્રાફિક વ્યવસ્થા પૂરી પડાશે.

પાલડીના ટાગોરહોલ સંસ્કાર કેન્દ્ર પાસેના ચોમાસાની ઋતુના કંટ્રોલરૂમની પાછળ તંત્ર દ્વારા અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઊભું કરાશે, જેની પાછળ રૂ.ર૦૩ કરોડ ખર્ચાશે. આ કંટ્રોલ સેન્ટર માટેનાં ટેન્ડર નીકળી ચૂક્યાં હોઇ આગામી ઓગસ્ટ-ર૦૧૮ સુધીમાં ધમધમતું થઇ જશે. અત્યારે કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કુલ ૧૭ર કિ.મી.ના અંતરમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક નાખવાનો એક વર્કઓર્ડર સ્ટરલાઇટ ટેકનોલોજીને અપાયો છે.

મ્યુનિ. સત્તાવાળાઓ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી તમામ બીઆરટીએસ નેટવર્ક, એએમટીએસ ટર્મિનસ, કોર્પોરેશનની તમામ ઝોનલ અને મુખ્ય કચેરી, કોર્પોરેશન કંટ્રોલરૂમ અને પોલીસ કંટ્રોલરૂમને જોડીને કોર્પોરેશનની તમામ સેવાઓને એક કોમ્યુનિકેશન નેટવર્કથી જોડશે. આ પ્રોજેકટ પાછળ રૂ.ર૩.૧૪ કરોડ ખર્ચાશે. શહેરમાં કુલ ૧૭ર કિ.મી. ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક માર્ચ-ર૦૧૮ સુધીમાં બિછાવવાથી રૂ.ર૦ કરોડના ખર્ચે પ૦૦૦ સીસીટીવી કેમેરા મૂકીને તેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સંચાલન કરાશે.

સ્માર્ટ સિટી માટે કેટલા ખર્ચાશે?

પ્રોજેક્ટ કિંમત (કરોડમાં)
કોમન કાર્ડ પેમેન્ટ સિસ્ટમ ૮૭
ઇન્ટિગ્રેટેડ ટ્રા‌ંઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ ૧૮૪
ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ર૩.૧૪
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ર૩૦
પાન સિટી ઓએફસી નેટવર્ક ૧૪૦
વાડજ ૭૭૦૦ આવાસ નિર્માણ પ૮૦
જલવિહાર એસટીપી નિર્માણ ૮૦
યુ‌િટલિટી અપગ્રેડેશન પર૯
ઇન્ટર મોડલ ટ્રાન્સપોર્ટ હબ ૧રપ

home

You might also like