સ્માર્ટ ફોનના વેચાણમાં ૩.૯ ટકા વધારો

મુંબઈ: રિસર્ચ કંપની ગાર્ટનરના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૬ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં કુલ મોબાઈલ ફોનના વેચાણમાં સ્માર્ટ ફોનનો વેચાણ હિસ્સો ૭૮ ટકા જોવા મળ્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે વિશ્વના ઊભરતા દેશોમાં ફોનના વધતા જતા વેચાણના કારણે સ્માર્ટ ફોનના વેચાણમાં વધારો નોંધાયો છે, જેમાં ખાસ કરીને ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં ૪જી સર્વિસ આપવાના કારણે સ્માર્ટ ફોનનું વેચાણ વધ્યું છે.

ગાર્ટનર રિસર્ચ કંપનીનું કહેવું છે કે સ્માર્ટ ફોનના બજારમાં ચીનની બ્રાન્ડ વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઊભરી રહી છે. વર્ષ ૨૦૧૫ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં બે ચાઈનીઝ સ્માર્ટ ફોન બ્રાન્ડ વિશ્વની ટોચની પાંચ સ્માર્ટ ફોન બ્રાન્ડ પૈકીની એક હતી. તેઓનો માર્કેટ હિસ્સો ૧૧ ટકા હતો. હાલ ૨૩.૨ ટકા વેચાણ હિસ્સા સાથે સેમસંગ ટોચ પર છે. ત્યાર બાદ એપલનો વેચાણ હિસ્સો ૧૪.૮ ટકા જોવા મળ્યો છે. હુવાઈ કંપનીનો મોબાઈલ ફોન વેચાણ હિસ્સો ૮.૩ ટકા જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૬ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ટોચની સ્માર્ટ ફોન બ્રાન્ડમાંથી ‌િલનોવો નીકળી ગઈ છે.

You might also like