બેન્કો નાનાં શહેરો અને ગામડાંઓમાંથી કર્મીઓની ભરતી કરશે

નવી દિલ્હી : ભારતીય બેન્કો નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારમાંથી કર્મચારીઓની ભરતી કરી રહી છે. જેથી કરીને ગ્રામીણ વિસ્તારના નાગરિકોનો વિકાસ થઈ શકે. એક્સિસ બેન્કે છેલ્લાં ચાર વર્ષમાં ટિયર ટૂ અને ટિયર થ્રી શહેરોમાંથી લગભગ ૫૦ ટકા જેટલો પોતાના કર્મચારીઓની નિમણૂક કરી છે.

બીજી બેંકો કર્મચારીઓની નિમણૂક ગ્રામીણ અને નાનાં શહેરોના વિસ્તારમાંથી કરી રહી છે. લગભગ ૧૭૦૦ જેટલા કર્મચારીઓમાંથી ૨૦ ટકા જેટલા કર્મચારી આ પ્રકારના વિસ્તારોમાંથી પસંદ કરવામાં આવ્યા છે.

બેન્કો દ્વારા હુબલી, ઇન્દોર, ભોપાલ, હોશંગાબાદ જેવાં શહેરો ટોચના સ્થાન પર છે. જોકે મોટા ભાગની બેન્કો નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારની પ્રગતિના મુદ્દાને ધ્યાનમાં રાખી કર્મચારીઓની નિમણૂક  કરી રહી છે.

You might also like