નાની બચત યોજનામાં નહીં ચાલે જૂની નોટ, લગ્નના પૈસા ઉપાડવાની શરતોમાં મળી આ છૂટછાટ

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતના 12 દિવસ બાદ નકલી નોટોના સંકટને પગલે હવે સરકારે કેટલાક સખ્ત પગલાં ઉઠાવ્યા છે. તો આ સાથે કેટલાક રાહતના સમાચાર પણ જાહેર જનતા માટે છે. નાણા મંત્રાલયે મંગળવારે સ્પષ્ટ કર્યું છે કે નાની બચત યોજના માટે જૂની 500 અને 1000ની નોટો જમા નહીં કરવામાં આવે. સરકાર દ્વારા નોટ બદલવા અને જમા કરવામાં ગોટાળા કરનાર અધિકારીઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત લગ્ન હોય તેવા પરિવારો માટે પણ સરકારે તેમની શરતોમાં કેટલીક છૂટછાટ આપી છે.

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે જે પરિવારોમાં લગ્ન છેતેમના સભ્યો 10 હજાર રૂપિયાથી વધારે પૈસા ચૂકવણીની સાબિતી આપશે, તો તેમને 2.5 લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. બેંકોને પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને પણ પૈસા ઉપાડવા માટે ગ્રામિણ સરકારી બેંકોમાં પૂરતી રોકડ રાખવામાં આવે છે. જેથી હાલ ખેતી સિઝનમાં ખાદ્ય અને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી શકે.

આરબીઆઇની સૂચના પ્રમાણે જે પરિવારમાં લગ્નપ્રસંગ છે. તે પરિવાર બેંકમાં દસ હજાર રૂપિયાથી વધારેની ચૂકવણીનું બિલ રજૂ કરે છે તો તેમને લગ્નનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે. આ ઉપરાંત કેવાયસી વગર પણ જરૂરી સેવાઓના બીલની ચૂકવણીની અવધી 10 હજારથી વધારીને 20 હજાર કરી દેવામાં આવી છે. ખેડૂતોની લોન સંબંધી જરૂરિયાતને ધ્યાનમાં રાખીની રિઝર્વ બેંકે આ વ્યવસ્થા કરી છે. નાબાર્ડ જિલ્લા સહકારી બેંકોને લોન આપશે. જેનાથી પ્રાઇમરી એગ્રિકલ્ચર સોસાયટી અને જરૂરીયાત મંદ ખેડૂતોની જરૂર પૂરી થાય. જિલ્લા સહકારી બેંક દર સપ્તાહે 10 હજાર કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપશે.

બેંકોને એવી પણ સૂચના આપવામાં આવી છે કે ઓછી માત્રામાં નોટની બદલી કરે. સાથે જ જમા કરનાર લોકો અંગે પણ યાદી બનાવે. કેટલાક બેંક અધિકારીઓ પણ પોતાના પદનો લાભ લઇને નોટ બદલવામાં ગેર વર્તૂણક કરે છે. ત્યારે જો તેમ કરતાં પકડાશે તો તેમની પર પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

visit: sambhaavnews.com

You might also like