Categories: Business

જીએસટીમાં નાના નિકાસકારો મુશ્કેલીમાં

મુંબઇ: જીએસટીમાં નાના અને મધ્યમ કદના નિકાસકારોએ ચિંતા વ્યક્ત કરી છે. આ નિકાસકારોએ સરકારને હાલના નિકાસ વેપાર સંબંધી હિતોને જીએસટી બાદ પણ જાળવી રાખવા વિનંતી કરી છે. તેઓનું કહેવું છે કે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ નાના નિકાસકારોનાં હિતોને ધ્યાનમાં લેતી નથી અને સરકાર દ્વારા આપવામાં આવતાં તમામ નિકાસ પ્રોત્સાહનોનો લાભ મોટા નિકાસકારો દ્વારા મેળવી લેવાય છે. નાના અને મધ્યમ કદના નિકાસકારોએ પોતાનાં નિકાસનાં હિતોને ધ્યાનમાં રાખવા તથા સરકાર સમક્ષ સંયુક્ત રીતે રજૂઆત કરવા ટીમ ફોર ચેન્જ મેક ગ્રૂપ બનાવ્યું છે.

એપેરલ એક્સપોર્ટ્સ એસોસિયેશનના સભ્ય રાજીવ કપૂરનું કહેવું છે કે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ નાના નિકાસકારોનાં હિતોને ધ્યાનમાં લેતી નથી. જીએસટી લાગુ થયા બાદ નાના નિકાસકારો માટે વધુ મુશ્કેલી ઊભી થઇ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સબસિડી સંબંધી સમજૂતીને ધ્યાનમાં લઇને મુશ્કેલીઓ દૂર કરવા પગલાં લેવાં જોઇએ.તેમણે વધુમાં જણાવ્યું કે રેડિમેડ સેક્ટરમાં બાંગ્લાદેશ ભારત કરતાં ઘણું પાછળ હતું, પરંતુ સરકારી નીતિઓના પગલે ભારત કરતાં આગળ નીકળી ગયું છે.

જીએસટી નેટવર્ક સામે સવાલ ઊભા કર્યા
રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જીએસટી નેટવર્ક સામે પ્રશ્નાર્થ કર્યો છે. નેટવર્કની જવાબદારી પૂર્ણ પ્રભુત્વવાળી સરકારી એજન્સીને જ્યાં સુધી સોંપાય નહીં ત્યાં સુધી જીએસટીની અમલવારી રોકવી જોઇએ. તેમણે જણાવ્યું કે કેન્દ્રનો ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ અને નાણાં વિભાગ જીએસટીના ડેટા રાખવા સંપૂર્ણ સક્ષમ છે.

divyesh

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

2 days ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

2 days ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

2 days ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

2 days ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

2 days ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

2 days ago