નાનાં શહેરોમાં જાવ તો પૂરતી કેશ સાથે રાખજો, એટીએમ ખાલી છે

નવી દિલ્હી: જો તમે નાનકડાં શહેરમાં રહો છો અથવા તો નાનાં શહેરની યાત્રા કરવા જઈ રહ્યા છો તો પૂરતી કેશ લઈને જાવ. કેમ કે ત્યાં કેશલેસ ટ્રાન્જેક્શનની સુવિધાઅો ઉપલબ્ધ નથી અને તમને જરૂર પડે ત્યારે એટીએમમાંથી કેશ કાઢવાની લક્ઝરી નહીં મળે.

નાનાં શહેરમાં કેશની સમસ્યા ચાલી રહી છે અને એટીએમમાં કેશ સરળતાથી ઉપલબ્ધ હોતી નથી. નાનાં શહેરમાં બેન્કની જરૂરિયાત મુજબ કેશ પહોંચતી નથી. અાવા સંજોગોમાં એટીએમમાં પણ સરળતાથી કેશ મળી શકતી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. અાવા સંજોગોમાં અહીં કેશની માગણી વધી રહી છે. જ્યારે રિઝર્વ બેન્કમાંથી કેશ પૂરતા પ્રમાણમાં પહોંચતી નથી. બેન્ક સાથે જોડાયેલાં સૂત્રોનું કહેવું છે કે નોટબંધી બાદ એક વાર ફરી લોકોઅે કેશમાં લેવડ દેવડ અે જ સ્તર પર શરૂ કરી દીધી છે તે જ સ્તર પર નોટબંધી પહેલાં કરી રહ્યા હતા.

અાવા સંજોગોમાં કેશની માગણી વધી રહી છે અને અારબીઅાઈ જરૂરિયાત મુજબ કેશ પહોંચાડી શકતી નથી. નોટબંધી બાદ જ્યારે કેશનો પુરવઠો સામાન્ય થયો ત્યારે લોકોઅે મોટા પ્રમાણમાં બેન્કમાંથી પૈસા કાઢી લીધા પરંતુ અા પૈસા સિસ્ટમમાં પાછા અાવ્યા નથી. અા કારણે બેન્કમાં કેશની કમી જોવા મળી રહી છે.

દિલ્હી-મુંબઈ જેવાં મોટાં શહેરમાં કેશને લઈને કોઈ સમસ્યા નથી. તેનું કારણ અે છે કે નોટબંધીને કારણે અા શહેરોમાં લોકોઅે મોટા પ્રમાણમાં કાર્ડથી ટ્રાન્જેક્શન કરવાનું શરૂ કરી દીધું છે અને હજુ તે ચાલુ જ છે. અા જ કારણે મેટ્રો શહેરોમાં કેશની માગણી ઘટી છે. નાનાં શહેરમાં કેશની સમસ્યા જળવાયેલી છે. કેમ કે અહીં ડિજિટલ ટ્રાન્જેક્શનના વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ નથી. અારબીઅાઈ તરફથી મળતી કેશ બેન્કની માગને પૂરી કરી શકતી નથી.
http://sambhaavnews.com/

You might also like