મિડકેપ-સ્મોલકેપ સેક્ટરમાં સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં ઘટાડે લેવાલી નોંધાઇ હતી. આજે શરૂઆતે સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાયો હતો, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં ૦.૩૦ ટકાનો મજબૂત સુધારો જોવાયો હતો. આજે શરૂઆતે સેન્સેક્સ ૧૪ પોઇન્ટના સુધારે ૨૭,૬૬૭, જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટના સાધારણ સુધારે ૮,૫૬૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બેન્ક, ઓટોમોબાઇલ, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડે લેવાલી નોંધાઇ હતી તો બીજી બાજુ આઇટી અને ફાર્માસ્યુટિકલ શેરમાં વધુ પ્રેશર જોવાયું હતું. દરમિયાન આજે ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં પણ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. મોટા ભાગની અગ્રણી ફાર્મા કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.

મિડકેપ સેક્ટરના શેર જેવા કે ટાટા કોમ્યુનિકેશન, એલઆઇસી હાઉસિંગ, એનએલસી ઇન્ડિયા કંપનીના શેરમાં ૨.૮ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો, જ્યારે સ્મોલકેપ સેક્ટરમાં ગણેશ હાઉસિંગ, ઇપીસી ઇન્ડસ્ટ્રીઝ, કેન ફિન હોમ્સ, રાય સાહેબ મિલ્સ કંપનીના શેરમાં છ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

ફાર્મા સેક્ટર ડાઉન
એલેમ્બિક ફાર્મા. ૧.૧૦ ટકા
ઓરબિન્દો ફાર્માં ૨.૯૫ ટકા
બાયોકોન ૦.૫૧ ટકા
દિશમાન ફાર્મા ૧.૨૬ ટકા
ડિવિસ લેબ. ૦.૯૦ ટકા
વોકહાર્ટ ૦.૮૯ ટકા
નેટકો ફાર્મા ૧.૪૩ ટકા
એફડીસી ૦.૯૬ ટકા
ડો. લાલ પેથ લેબ ૦.૭૬ ટકા

You might also like