સ્મોલકેપ અને મિડકેપમાં પ્રોફિટ બુકિંગ ફાયદેમંદ

અમદાવાદ: શેરબજારમાં આગઝરતી તેજી જોવા મળી છે. નિફ્ટીએ પ્રથમ વખત ૯૦૦૦ની સપાટી ક્રોસ કરી ઉપર બંધ આવી છે. તેની સાથેસાથે સ્મોલકેપ અને મિડકેપ સેક્ટર ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાયો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક ફંડો દ્વારા સ્મોલકેપ અને મિડકેપ શેરમાં મોટા પાયે રોકાણ કરતા આ શેરમાં ઉછાળો નોંધાયો છે. તેઓના કહેવા પ્રમાણે આ સ્તરેથી આ સેગ્મેન્ટમાં ખરીદી કરવી હવે આકર્ષક નથી. આ સેગ્મેન્ટમાં શેરનું વેલ્યુએશન ઘણું ઊંચું છે. નોંધનીય છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૨૨ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૭ ટકાનો ઉછાળો જોવાયો છે ત્યારે પાછલાં ત્રણ વર્ષમાં બંને ઇન્ડેક્સમાં વાર્ષિક ધોરણે અંદાજે ૨૬ ટકાનો વધારો જોવાયો છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પાછલા કેટલાક મહિનાઓમાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં જે રીતે ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે તેમાં હવે વધારો નોંધાવાનો સ્પેસ ખૂબ જ ઓછો છે  ત્યારે આ સેગ્મેન્ટમાં નફો બુક કરવો સલાહભર્યું છે.
http://sambhaavnews.com/

You might also like