૨૦૧૬-૧૭ના Q1માં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં સુસ્તી જોવાશેઃ ફિક્કી

મુંબઈ: દેશમાં છેલ્લા સળંગ ૧૭ મહિનાથી નિકાસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક મોરચે પણ નબળી માગ અને ઊંચા વ્યાજના દરના કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં દેશમાં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં સુસ્તી જોવાવાની આશંકા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ-ફિક્કી દ્વારા વ્યક્ત કરાઈ છે.

ફિક્કીના સર્વે રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ૧૩માંથી ૧૦ સેક્ટરમાં ગ્રોથ રેટ ૧૦ ટકા કરતાં ઓછો રહેવાની શક્યતા છે. જ્યારે કેપિટલ ગુડ્સ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈલેક્ટ્રિકલ્સ તથા ઓટો સેક્ટરનો ગ્રોથ ૧૦ ટકા કરતાં ઊંચો રહેવાની શક્યતા રિપોર્ટમાં વ્યક્ત કરાઈ હતી. સર્વેમાં નાના-મોટા ૩૦૮
મેન્યુફેકચરિંગ યુનિટને સામેલ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મેન્યુફેકચરિંગ સેક્ટરમાં પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટમાં સતત સુસ્તી જોવા મળી રહી છે. આ માટે સરકારની નીતિઓ તથા પ્રોજેક્ટ ક્લિયરન્સ સંબંધે વિલંબની નીતિને પણ કારણરૂપ માનવામાં આવી રહી છે.

You might also like