ડુંગળીના હોલસેલ ભાવમાં ઝડપી ઘટાડો

અમદાવાદ: દેશના સૌથી મોટા ડુંગળીના બજાર એવા મહારાષ્ટ્રથી લાંસણગાવ માર્કેટયાર્ડમાં ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૬૦૦ની સપાટીએ પહોંચી ગયા છે. ચાલુ સિઝનનો સૌથી નીચો ભાવ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના માર્કેટયાર્ડમાં પણ તેની અસર જોવા મળી છે. એક મહિના પહેલા ૨૦ કિલો ડુંગળીના રૂ. ૧૪૦થી ૨૦૦ની સપાટીએ જોવા મળતા ભાવમાં હાલમાં ઘટાડો નોંધાઇ રૂ. ૮૦થી ૧૫૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળે છે અને તેના પગલે ૨૦ કિલોના જથ્થાબંધ બજારમાં એક મહિનામાં રૂ. ૪૦થી ૬૦નો ઘટાડો નોંધાયો છે, જોકે રિટેલમાં ખાસ કોઇ અસર જોવા મળતી નથી, પરંતુ વેપારીઓના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં આવક આવતાં ડુંગળીના ભાવમાં ગાબડાં પડ્યાં છે.

You might also like