ભારતમાં સુધારાની ગતિ ધીમીઃ મોર્ગન સ્ટેન્લી

મુંબઇ: દેશમાં મોટા સુધારા થવાનો રસ્તો સરળ નથી તતા આને આગળ ધપાવવા પ્રક્રિયા સુસ્ત છે. મોર્ગન સ્ટેન્લીએ તાજેતરમાં જાહેર કરેલા એક રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય બજેટ ૨૦૧૬-૧૭માં ફરી એક વાર સાબિત થઇ ગયું છે કે ભારતમાં મોટા સુધારાઓ કરવાનો રસ્તો મુશ્કેલ છે. રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે દેશમાં આર્થિક સુધારા કરવાની પ્રક્રિયા સુસ્ત અને કઠિન છે. દેશમાં મોટા આર્થિક સુધારા કરવા માટે વિરોધ પક્ષ અને સરકારી અધિકારીઓના સહયોગની જરૂર હોય છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતીય બજારોમાં ભારે વધ ઘટ જોવા મળી હતી. તેની પાછળનું એક કારણ ચીનમાં બજારો સહિત વૈશ્વિક બજારમાં જોવા મળેલી વધ ઘટ છે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે કેટલાંય નકારાત્મક કારણોને લઇને ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તી, ક્રૂડની કિંમતમાં ઘટાડો, ચીનની નરમ અર્થવ્યવસ્થાને લઇને વધતી ચિંતા તથા કંપનીઓનાં નબળાં પરિણામ જેવાં કારણો સામેલ છે.

You might also like