ધીમા પણ મક્કમ ડગલે ચાલતી તાપસી

મુંબઇઃ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક સ્થાપિત નામ બની ચૂકેલી તાપસી પન્નુ હવે બોલિવૂડમાં પણ પોતાની અલગ જગ્યા બનાવી ચૂકી છે. તે ફિલ્મો પસંદ કરવામાં ખૂબ જ સમય લે છે અને તેના કારણે તેને ખૂબ જ સહાયતા પણ મળી રહી છે. તેને સૌથી પહેલાં બોલિવૂડમાં ફિલ્મ ‘ચશ્મેબદ્દુર’માં નોટિસ કરાઈ. ત્યારબાદ અક્ષયકુમારની અપોઝિટ ‘બેબી’માં તેણે ખુદને સાબિત કરી. તાજેતરમાં તે એક શોર્ટ ફિલ્મ ‘બા‌િરશ ઓર ચાઉમીન’ તથા ‘શાન’ દ્વારા ગવાયેલા એક સિંગલ વીડિયોમાં જોવા મળી હતી. તેની અાવનારી ફિલ્મોમાં ‘ગાઝી’, ‘પિન્ક’ તથા ‘તડકા’ સામેલ છે. ‘પિન્ક’ ફિલ્મમાં પહેલી વાર તે અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહી છે.

તાપસી કહે છે કે અભિનેત્રી બનવાનો મારો કોઈ પ્લાન ન હતો. હું કમ્પ્યૂટર એન્જિનિયર છું અને એમબીએ કરવા ઈચ્છતી હતી. ત્યારે મેં એક દક્ષિણ ભારતીય ફિલ્મ સાઈન કરી હતી. ફિલ્મોની સફરમાં મારા રસ્તામાં ઘણી અડચણ અાવી, જેના કારણે મારી ગતિ થોડી ધીમી રહી. એક અાઉટસાઈડર હોવાના કારણે હું ભૂલો કરું તે મને પોસાય એમ ન હતું. મને સહાયતા કરવા માટે કોઈ મોટું પ્રોડક્શન હાઉસ, ફિલ્મી પરિવાર કે ગોડફાધર ન હતો. મારા જેવી અાઉટસાઈડરને કોઈ બીજો મોકો પણ ન અાપે. હું અા વાત પહેલાં જ સમજી ગઈ, જેના કારણે મારે મારાં પગલાં બુદ્ધિપૂર્વક ભરવાં પડ્યાં. બોલિવૂડમાં હજુ મારી માત્ર બે ફિલ્મો રિલીઝ થઈ છે, પરંતુ મને કોઈ ઉતાવળ નથી.

You might also like