અનિદ્રાના શિકાર હો તો અસ્થામાનું જોખમ ત્રણગણું

અઠવાડિયે કે દસ દિવસે એકાદ વાર ઓછી, અપૂરતી અથવા તો ડિસ્ટર્બ્ડ ઊંઘ હોય તો ચાલી શકે પણ જો લગભગ રોજ અથવા એકાંતરે દિવસે ઊંઘ પૂરતી ન થતી હોય તો લાંબા ગાળે અસ્થમા થવાનું જોખમ સામાન્ય કરતાં ત્રણગણું વધી જાય છે. નોર્વેની નોર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના અભ્યાસીઓનું કહેવું છે કે અનિદ્રાની લાંબા સમયથી ચાલતી સમસ્યાને કારણે ડિપ્રેશન અને એન્ગ્ઝાયટી જેવાં લક્ષણો ડેવલપ થાય છે. યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં છપાયેલા અભ્યાસમાં અાંકડાકીય વિશ્લેષણ કરીને નોંધવામાં અાવ્યું છે કે વીસથી ૬૫ વર્ષની વયના અનિદ્રાના દરદીઓને અસ્થમા થવાનું જોખમ ૬૫ ટકા જેટલું વધારે હોય છે.
http://sambhaavnews.com/

You might also like