વીક-એન્ડમાં વધુ ઊંઘનારા લોકોને હાર્ટડિસિઝનું જોખમ વધુ

અાખુ અઠવાડિયું રુટિન સાચવવાનું હોવાના કારણે સમયસર સુવાનું અને ઉઠવાનું જાળવા રાખતા લોકો વીક-એન્ડમાં ઉજાગરા કરે છે અથવો તો ખૂબ જ ઊંઘ્યા કરે છે. જો તમે એવું માનતા હો તો અાખા વીકનો થાક વીક-એન્ડની રજામાં સુઈને ઉતારી દેવાથી શરીરને સારુ રહેશે તો અા અાદત હૃદય માટે જોખમી છે. સંશોધકો કહે છે કે વીક-એન્ડ દરમિયાન એક કલાકની વધારાની ઊંઘ લેવાથી ૧૧ ટકા જેટલું હાર્ટડિસિઝનું જોખમ વધે છે. ઉંઘવામાં નિયમિતતા હોવી જરૂરી છે. જો તેમાં બદલાવ અાવે તો બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટડિસિઝનું જોખમ પણ બમણું થઈ જાય છે. ઉંઘવાનું સમયગાળો, ઉંઘની ક્વોલિટી અને ઉઠવાનો સમય પણ નિયમિત હોવો જોઈએ.
http://sambhaavnews.com/

You might also like