નીંદરથી બનાવો નિરામય શરીર…

શરીરમાં મેલાટોનિન ઊંઘનું નિયમન કરે છે. શરીરમાં હોર્મોન્સને બેલેન્સ રાખે છે. જે રાત્રીના સમય વધારે અને દિવસ દરમિયાન નહિવત રહે તે માટેનું બેલેન્સ રાખે છે. દિવસ દરમિયાન કમ્પ્યૂટર વર્ક તેમજ અકુદરતી પ્રકાશની હાજરીમાં વધારે કામ કરતા લોકોમાં મેલાટોનિનનું પ્રમાણ દિવસે વધે છે. તેઅો થાકનો અનુભવ કરે છે.

વ્યક્તિની તંદુરસ્તીનો અાધાર તેણે લીધેલી ઊંઘ પર છે. તંદુરસ્ત વ્યક્તિ નિયમિત તેની વય પ્રમાણે ઊંઘ લે તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે. બીમારીઅોથી બચે છે અને લાંબંું અાયુષ્ય ભોગવે છે. નિયમિત અને સ્વસ્થ ઊંઘ લેનાર વ્યક્તિનું અારોગ્ય નિરામય રહે છે. તમારા દૈનિક જીવનશૈલીમાં ઊંઘને મહત્ત્વ અાપો. ઊંઘ પછી વ્યક્તિ દરેક પ્રકારે પ્રફુલ્લત બને અને શાંતિનો અનુભવ કરે છે.

ઊંઘ માટે તમારો ટાઇમ-
શિડ્યુલ ગોઠવવો. નિયમિત રીતે સૂવાનો સમય અને કલાક ની કરો. સામાન્ય થાકને ઉતારવા ઊંઘનો સહારો ન લો. કામની અદલાબદલી કરી રિલેક્સ બનો. ઊઠવાનો સમય નક્કી કરો. અાળસ રાખ્યા વગર જે ટાઇમ ઊઠવાનો ગોઠવ્યો હોય તેને ફલો કરો. અેલર્ામની ટેવ ન પાડો. મનને તૈયાર કરો કે મારે સવારે પાંચ વાગે ઊઠી જવું છે. અે નિયમ બનાવો અને તેને વળગી રહો. અનિદ્રાના રોગી હોય તેમણે શારીરિક શ્રમ વધારે પ્રમાણમાં કરવો. માનસિક કસરત જેવી કે વર્ડપઝલ કે શબ્દરમતમાં વધારે સમય ફાળવી મનને થકવી નાખવું. નિયમિત ભારે કસરત કરવાની ટેવ પાડવી. થોડા સમયમાં અનિદ્રાથી મુક્ત મળી જશે. સૂવા માટે દવાનો ઉપયોગ ન કરો. નશીલા દ્રવ્યોના શિકાર ન બનો કે તેના વ્યસની ન બનો.
ઊંઘને તમારા જીવનચર્યાનો મહત્ત્વનો હિસ્સો ગણો. બપોરની ઊંઘ અાળસ અને બેચેની વધારે છે. તમારા ભોજન અને ઊંઘને સીધો સંબંધ છે. રાત્રીની ભોજન મોડી રાત્રે ન લેતાં સમી સાંજે જમી લો.
સાંજના ભોજનામાં ભારે ખાદ્યપદાર્થોથી દૂર રહો.

રાતે સૂતા પહેલાં મેડિટેશન ધ્યાન – પ્રાર્થના કરવાની ટેવ કેળવો. કુદરતી ઊંઘ જ શરીરમાં જાેમ, સ્ફૂર્તિ અને નવી ઊર્જા લાવી શકે છે. શરીરમાં મેલાટોનિન ઊંઘનું નિયમન કરે છે. શરીરમાં હાર્મોન્સને બેલેન્સ રાખે છે. જે રાત્રીના સમય વધારે અને દિવસ દરમિયાન નહિવત રહે તે માટેનું બેલેન્સ રાખે છે.

દિવસ દરમિયાન કમ્પ્યૂટર વર્ક તેમજ અકુદરતી પ્રકાશની હાજરીમાં વધારે કામ કરતા લોકોમાં મેલાટોનિનનું પ્રમાણ દિવસે વધે છે. તેઅો થાકનો અનુભવ કરે છે. શરીરને ઊંઘ લાવવામાં તે પ્રેરે છે. અામ કસમયે ઊંઘની અસર વર્તાતા શરીર થાકેલું લાગે છે. અાંખ અને મગજના રોગો અને માનસિક વિકારોથી શરીર ઘેરાય છે. સવારનો કૂંણો તડકો અાંખને અાપો. રાત્રીના સમયે અને વહેલી સવારે સનગ્લાસ પહેરવાનું ટાળો. વધુમાં વધુ કુદરતી પ્રકાશમાં રહો. તમારા ઘરમાં તેમજ કામકાજના સ્થળે કુદરતી સૂર્યપ્રકાશ વધુમાં વધુ સમય રહે તેવી ગોઠવણ કરો. જેથી શરીરના હાર્મોન્સનું બેલેન્સ જળવાઈ રહે. લાઇટ-થેરેપીનો જરૂર જણાય ત્યારે જ ઉપયોગ કરો.

તમારા શરીરમાં મેલાટોનિનની માત્રા વધારવા ટીવી અને કમ્પ્યૂટર ચાલુ હોય ત્યારે સૂવાનું માંડી વાળો. મોડી રાતના ટીવી-પ્રોગ્રામને રેકોર્ડ કરી બીજે દિવસે જાેવાનું રાખો.

રાત્રીના સમયે હળવું સંગીત સાંભળવાથી શરીરમાં અેક પ્રકારની શાંતિ પ્રસરે છે. ગાઢ ઊંઘ માટે અા પ્રકારનું સંગીત અાશીર્વાદ સમાન છે. રાત્રીના અંધારામાં અાઇપેડ કે મોબાઇલના પ્રકાશમાં કામ કરવું કે તેને અેક્સેસ કરવું ખૂબ જ હાનિકારક સાબિત થયું છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ રાત્રીના સમયે પથારીમાં સૂતી વખતે ન કરવો. સૂવાનો રૂમ શાંત, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રાખવો.

You might also like