બપોરની ૪૦ મિનિટથી વધુ ઊંઘ તમને હૃદયરોગ અાપી શકે

વામકુક્ષિ તરીકે ઓળખાતી બપોરની મીઠી નીંદર કોને ન ગમે? પરંતુ તમે જો ગમે તેમ કરીને બપોરે કલાક-બે કલાક ખેંચી લેતા હો તો તમારે રીતસર જાગી જવાની જરૂર છે. ટોક્યો યુનિવર્સિટીના ડાયાબિટોલોજિસ્ટોએ કરેલો સ્ટડી કહે છે કે દિવસની ઊંઘનો ટોટલ જો ૪૦ મિનિટથી વધે તો શરીરમાં મેટાબોલિક સિન્ડ્રોમ થવાનું જોખમ વધી જાય છે. અા સિન્ડ્રોમ બ્લડ-પ્રશર અને કોલેસ્ટરોલ વધારે છે એટલું જ નહીં, એ કમરની અાસપાસની ચરબીના જથ્થામાં પણ વધારો કરે છે અને બ્લડશુગરનું પ્રમાણ પણ વધારે છે. સરવાળે શરીરમાં હૃદયરોગનો પગપેસારો થાય છે.

You might also like