ઈન્ટરનેટની સ્પીડના કારણે પ્રભાવિત થાય છે ઊંઘ

ઈન્ટરનેટની ઝડપી સ્પીડ માટે બ્રોડબેન્ડ, વાઇફાઇ લેનારા લોકો માટે એક ખરાબ સમાચાર છે. ઇટાલીની યુનિવ‌િર્સટી ઓફ બોકોની અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ પિટસબર્ગમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઇન્ટરનેટની સ્પીડ પર તમે કેટલી ઊંઘ લો છો એ નિર્ભર કરે છે.

જે લોકો ઓછી સ્પીડનું ઇન્ટરનેટ વાપરે છે. તેમની સરેરાશ રપ મિનિટની ઊંઘ ઓછી થાય છે. આના કારણે અાવા લોકોને દિવસભર સુસ્તી રહે છે. રાતે કમસે કમ ૭થી ૮ કલાકની ઊંઘ જરૂરી હોવાનું સાયન્ટિસ્ટો જણાવે છે. એથી ઇન્ટરનેટની સ્પીડ પણ વધારે હોવી જોઇએ એમ રિસર્ચ કરનારા લોકોનું કહેવું છે.

You might also like