અપૂરતી અને ખલેલવાળી ઊંઘ પણ તમને સુસાઈડ કરવા પ્રેરી શકે છે

અત્મહત્યાના વિચારો અાવવાનું અને એ વિચારોનું અમલમાં મૂકવાનું એ બન્ને વચ્ચે થોડોક સમયનો ગાળો હોય છે. જો વ્યક્તિ ડિપ્રેસ્ડ હોય તો તેને અાત્મહત્યાના વિચારો વધારે અાવે છે, પણ તે તરત જ સુસાઈડ કરવા તરફ દોડતો નથી. જોકે અપૂરતી ઊંઘને કારણે પરેશાન વ્યક્તિ સુસાઈડ કરી લે એવી શક્યતા વધારે હોય છે. વિશ્વમાં વર્ષે અાશરે દસ લાખ લોકો અાત્મહત્યા કરે છે. અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટેનફર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના રિસર્ચરોએ ૧૪,૪૫૬ પાર્ટિસિપન્ટ્સના દસ વર્ષના સ્વાસ્થ્યનો અભ્યાસ કર્યો હતો. અામાંથી ૪૦૦ વ્યક્તિઓ કુદરતી રીતે મૃત્યુ પામી હતી અને ૨૦ દરદીઓએ સુસાઈડ કર્યું હતું.

You might also like