જામનગર નજીક આકાશમાંથી ધડાકાભેર રોકેટ લોન્ચર ખાબકતાં લોકોમાં ભારે ફફડાટ

અમદાવાદ: જામનગર નજીક આવેલા સરમત ગામની સીમમાં સાંજના સુમારે અચાનક જ આકાશમાંથી ધડાકાભેર રોકેટ લોન્ચર ખાબકતાં સમગ્ર પંથકમાં ભયની લાગણી પ્રસરી હતી અને લોકોનાં ટોળે ટોળાં ઘટનાસ્થળે દોડી ગયાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે જામનગર નજીક આવેલા સરમત ગામમાં રહેતા કરણાભાઇ લીંબાભાઇ નામના ખેડૂત ગઇ કાલે સાંજના સુમારે ગામની સીમમાં આવેલી પોતાની વાડીમાં ખેતી કામ કરતા હતા તે દરમિયાન વાડી નજીક અચાનક જ આકાશમાંથી ધડાકાભેર કોઇ પદાર્થ ખાબકતાં આજુ બાજુનાં ખેતરોમાં કામ કરી રહેલા ખેત મજૂરોએ ભયના કારણે નાસભાગ કરી મૂકી હતી.

એકાએક બનેલી ઘટનાથી ગભરાઇ ગયેલા આ ખેડૂતે તાત્કાલિક જામનગર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સમરત ગામની સીમમાં દોડી આવ્યો હતો અને આ અંગે એરફોર્સ વિભાગને જાણ કરી હતી. પોલીસેેે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને લોકોની અવરજવરને અટકાવી દીધી હતી. એરફોર્સના અધિકારીઓએ તાત્કાલિક પહોંચી જઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી આકાશમાંથી ખાબકેલ રોકેટ લોન્ચર હોવાનું જણાવ્યું હતું અને એરફોર્સનું જ રોકેટ લોન્ચર હોવાનો ખુલાસો કર્યો હતો. એરફોર્સના સ્ટાફે જમીનમાં ખૂંપી ગયેલ રોકેટ લોન્ચર બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like