ચામડીનો રંગ કોઈના મોતનું કારણ બની શકે?

વધુ પડતી અને બિનજરૂરી આરોગ્ય સેવાના કેટલાક ગેરફાયદા પણ છે, પરંતુ વ્યક્તિનો સ્વભાવ કે તેનો રંગ ક્યારેય તે વ્યક્તિનો જીવ લઈ શકે ખરો? હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જણાયું છે કે સફેદ ત્વચા ધરાવતી વ્યક્તિઓમાં કાળી ચામડી ધરાવતી વ્યક્તિઓના પ્રમાણમાં હૃદયની બીમારીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગન દ્વારા હાથ ધરાયેલા આ અભ્યાસમાં ચોંકાવનારી અને નોંધનીય બાબત સામે આવી છે કે આક્રમક સ્વભાવ ધરાવનારા યુવાઓમાં ૪૦ ટકાથી વધુ લોકોમાં વધુ પડતાં કાર્ડિયો વાસ્ક્યુલર પ્રોબ્લેમ ઊભા થાય છે. આ અભ્યાસમાં એવુંં તારણ પણ સામે આવ્યું છે કે કાળા રંગની ત્વચા ધરાવનારાઓમાં મોટા પ્રમાણમાં માનસિક ને શારીરિક સમસ્યા ઉદ્ભવે છે.

અભ્યાસ સાથે સંકળાયેલાં યુનિવર્સિટી ઓફ મિશિગનનાં ડૉ. શેર્વિન અસ્સરીના મતે વ્યક્તિના સ્વભાવ અને સેન્સની સ્થિતિસ્થાપકતા મુજબ બ્લેક ત્વચા ધરાવતી વ્યક્તિઓમાં વધુ સમસ્યા ઉદ્ભવે છે જ્યારે સફેદ ત્વચા ધરાવનારાઓમાં ઉગ્રતાનું પ્રમાણ વધુ પડતું અને તેઓ ખૂબ જ સેન્સિબલ હોય છે, જે ક્યારેક જીવલેણ પણ બની શકે છે.

આ અભ્યાસ એ પણ સૂચવે છે કે સફેદ ત્વચા ધરાવનારા લોકો હેલ્થની ખરાબ ઈફેક્ટ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે જ્યારે બ્લેક ત્વચા ધરાવનારાઓમાં સાઇકો સોશિયલ રિસ્ક ફેક્ટરનું પ્રમાણ વધુ હોય છે. અગાઉના સંશોધનમાં થયેલા શૈક્ષણિક, સેલ્ફ રિલેટેડ હેલ્થ, ડિપ્રેશન તથા સેન્સ ઓફ કંટ્રોલ કરતાં આ અભ્યાસ વધુ મહત્ત્વનો છે.

You might also like