ત્વચાની કાળજી પણ છે જરૂરી..

કોમ્પટિશનના જમાનામાં યુવાપેઢી તેમના પોર્ટફોલિયોમાં સેલ્ફ પર્સનાલિટીને મહત્ત્વ અાપી રહી છે.

કામકાજી યુવતીઅો તેમની ત્વચાની વધુ કાળજી રાખે છે. દિવસભર વ્યવસાયિક કામકાજાેમાં બહાર જવાનું થાય તે માટે ડાર્કસ્પોર્ટથી બચવા બોડી લોશનનો ઉપયોગ કરે છે. ત્વચાને કોમળ અને ચમકતી બનાવવા માટે મોશ્ચ્યુરાઇઝરનો ઉપયોગ કરે છે. ત્વચા શુષ્ક થતી હોય તેઅો માટે સારી ક્વોલિટીનું મોશ્ચ્યરાઇનો ઉપયોગ લાભદાયી છે.

યુવતીઅો મેકઅપને વધારે મહત્ત્વ અાપતી હોય અથવા રોજ નિયમિત મેકઅપ કરતા હોય તેમને માટે મોશ્ચ્યુરાઇઝનું કોટિંગ કર્યા બાદ મેકઅપકરવો. સતત કામકાજમાં વ્યસ્ત હોય તેવી કામકાજી યુવતી, મહિલાઅોઅે ક્લન્ઝરથી પોતાની ત્વચાને નિયમિત સમયે સાફ કરવી જાેઈઅે. ડેડ સ્કનને હટાવવા અને ત્વચાનાં છિદ્રોને ખુલ્લા રાખવામાં ક્લિન્ઝર ઘણું લાભદાયક છે. ત્વચાના પોર્સ ખુલ્લા રહેવાથી ત્વચાને પૂરતાં પ્રમાણમાં અોક્સજન અને સૂર્યપ્રકાશ દ્વારા વિટામિન ઈ મળી રહેતાં ત્વચા તંદુરસ્ત રહે છે.

– ફશવાૅશનો નહિવત ઉપયોગ કરવો. સતત ફેશવાૅશથી ત્વચા શુષ્ક પડવાનો સંભવ છે.
– પાણી અે ત્વચા માટે અમૃત સમાન છે. દિવસમાં વધુમાં વધુ પાણી પીવાનું રાખો. શરીરનો કચરો ત્વચા દ્વારા બહાર ફકાય છે. ડાઇડ્રેટ રહેવા માટે દિવસમાં ૭થી ૮ લિટર પાણી પીવું હિતાવહ છે. પાણીના નિયમિત સેવનથી ત્વચા મજબૂત અને ચમકીલી બને છે.
– રોજિંદા ખોરાકમાં રેસાવાળા શાકભાજી અને પ્રવાહી મોસમના ફળફળાદીના રસ અને શાકભાજીના સૂપને તમારા નિયમિત ખોરાકમાં સામેલ કરો, જેનાથી ત્વચાને પોષણ મળે છે.
– તમારા મેકઅપની ચીજવસ્તુઅો અને સાદર્ય પ્રસાધનો ખરીદતી વખતે સાવધાની રાખવી. – અેક્સપાયર ડેટવાળી પ્રોડક્ટ ખરીદવી નહીં. તેના વોલ્યુમ્સ અને કન્ટેન્ટ ખાસ વાંચો. તમને જેની અેલર્જી હોય તેવા પ્રસાધનોથી દૂર રહો.
– ત્વચાને જેટલું નુકસાન બહારના વાતાવરણથી થાય છે તેનાથી અનેકગણું નુકસાન તમારી
ખાણીપીણીની અાદતોથી થાય છે. તમારા રોજિંદા ભોજનમાં અેવા ખાદ્યપદાર્થોને સ્થાન અાપો.
– સાૈંદર્ય પ્રસાધનોથી લાભ ન થતો હોય તો પરંપરિક અાૈષધો જે ત્વચા માટે હોય તેનો ઉપયોગ કરો. – ત્વચા માટે દહીં, મુલતાની માટી, લીમડાના પાનની પેસ્ટ, કુંવરપાઠું અને કાળી માટી, અા તમામ નિર્દોષ છે. તેની કોઈ અાડઅસર નથી થતી. જેમ કે મુલતાની માટી નેચરલ કંડિશનરની સાથે
સાથે બ્લીચનો પર્યાય છે. દહીં અે વાળ માટે ઉત્તમ છે.

You might also like