ઠંડી હવામાં નાજુક ત્વચાની કાળજી

હાથ, પગ અને ચહેરાની ત્વચા, વાળ વગેરે પર શિયાળાની તરત જ અસર થાય છે. તેની કાળજી લેવા માટે બજારમાં અનેક કંપનીઅો વિવિધ પ્રકારનાં ક્રીમ અને લોશન કાઢે છે જેની જાહેરાત ટીવી પર અેવી રીતે અાપે છે કે જાણે અેક જ વાર તમે ક્રીમ લગાવો અને તમારી સ્કન અેકદમ સુંવાળી, રેશમી બની જશે.
સૂકી ત્વચા
જાે તમારી ત્વચા સૂકી જ હોય તો નહાતી વખતે પાણીમાં થોડા અોલિવ અોઇલનાં ટીપાં નાખવા. નહાયા પછી પણ અોલિવ અોઇલ શરીર પર લગાવી શકાય. નહાવાના પાણીમાં અેક બે કપ દૂધ નાખવાથી પણ ત્વચાને ભેજ મળે છે. પાણીમાં તેલ, દૂધ ઉમેર્યા પછી નહાઈને પણ ક્રીમ, લોશન કે તેલ લગાવવું જેથી ત્વચા નરમ રહે.

મેકઅપ કરો
ત્વચા પર ક્રીમ કે મોઇરાઇઝર લગાવી દીધા પછી લાઇટ મેકઅપ કરવાથી ત્વચા પર અેક બેઝ અને કોમ્પેક્ટનું પડ અાવી જશે તે ઠંડી હવામાં ત્વચાને રક્ષણ અાપશે. રાત્રે સૂતાં પહેલાં દિવસ દરમિયાન કરેલો મેક-અપ તેલ, ક્રીમ કે ક્લિન્સિંગ મિલ્કથી કાઢી નાખવો.

લાલ નાક ન થવા દો
શિયાળાની ઠંડીમાં બહાર નીકળવાથી નાક લાલ થઈ જાય છે અથવા ક્યારેક ફાટી જાય છે. અા સમયે કપડું ગરમ કરી અથવા ગરમ પાણીથી શેક કરવાથી નાકનો મૂળ રંગ પાછો અાવે છે. વળી શિયાળામાં શરદી વારંવાર થતી હોય તો તે ટિશ્યૂથી જ હલકા હાથે સાફ કરવું. નહીં તો બળતરા થવા લાગશે.

પગની અેડી
શિયાળામાં પગની અેડી પર વાઢિયા પડવા લાગે છે. ક્યારેક ત્વચા નીકળવા લાગે છે. અાનાથી બચવા માટે નિયમિત પેડિક્યોર કરવું હિતાવહ છે. નહાતી વખતે પ્યૂમિસ સ્ટોનથી અેડી ઘસવી અને સૂકાયા પછી તેની ઉપર મીણવાળું ક્રીમ લગાવવું ઉપરાંત ઘરમાં પણ મોજાં પહેરી રાખવા. રાત્રે સૂતી વખતે પગ ધોઈને ફરીવાર ક્રીમ લગાવવું.

સ્કાલ્પ પણ બચાવો
શિયાળામાં વાળમાં તેલ ન નાખો તો વાળ અને તેની નીચેની ત્વચા પણ સૂકી થઈ જાય છે. ક્યારેક સૂકી થયેલી ત્વચા ખોડારૂપે બહાર અાવવા લાગે છે અને ખંજવાળ અાવે છે. અા માટે નિયમિત તેલ નાખવાનું રાખવું ઉપરાંત તેલ લગાવ્યા પછી વરાળ લેવી. વરાળ લેવા માટે અેક ટબમાં ગરમ પાણી કાઢો. તેમાં ટુવાલ બોળો અને ગરમ ટુવાલને અાખા સ્કાલ્પ પર લપેટો. ગરમ ટુવાલમાંથી નીકળેલી વરાળ માથાનાં છિદ્રો ખોલશે અને તેને ભીનાશ સાથે પોષણ પણ મળશે. ત્યાર પછી
શેમ્પૂ કરી દો.

You might also like