Categories: Lifestyle

ચોમાસામાં સ્કિન અને પગની સંભાળ

ચોમાસાના પ્રારંભે વરસાદમાં હિલોળા લેતા યૌવન માટે બાદમાં સ્કિનને લગતી સમસ્યાઓ આખી સિઝનમાં પજવતી હોય છે. ખાસ કરીને ભેજવાળી હવાને લીધે સ્કિન પર ફોડલીઓ થવી, ખીલ થવા, ખંજવાળ આવવી, ભીના થયેલા પગમાં વાઢિયા થવા, ઈન્ફેક્શન લાગવું જેવી તકલીફો વધી જાય છે. આ બધી તકલીફોથી બચવા માટેના કેટલાક ઉપાય સૂચવતાં એજન્લ બ્યુટી પાર્લરનાં પિંકલ પટેલ જણાવે છે કે, “સ્કિન અને પગની સંભાળની સાથેસાથે ચોમાસામાં વાળની માવજત કરવી પણ એટલી જ જરૂરી છે. નહીંતર વાળમાં પણ ઈન્ફેક્શન લાગી શકે છે.”

ડ્રાય સ્કિનઃ ચોમાસામાં ડ્રાય સ્કિન માટે ક્લીન્ઝિંગ બહુ જ જરૂરી છે. તેમાં પણ જો ક્રીમ બેઝ્ડ ક્લીન્ઝર હોય તો વધુ સારું. દિવસમાં એક વાર ચહેરાને ક્લીન્ઝરથી સાફ કરો. ગ્લિસરીન અને રોઝ વોટરનો પણ ઉપયોગ કરી શકાય. સારી ગુણવત્તાવાળું મોઇશ્ચરાઈઝર લગાવી શકાય.

ઓઈલી સ્કિનઃ ઓઈલી સ્કિન માટે માઈલ્ડ ક્લીન્ઝર યુઝ કરવું. ચહેરો દરરોજ ઓટમીલ સ્ક્રબથી સાફ કરો. ઘરગથ્થુ ઉપચાર તરીકે પપૈયાનો પલ્પ પણ થોડી વાર માટે ચહેરા પર લગાવી શકો છો. બહારથી આવ્યા બાદ અને રાત્રે સૂતાં પહેલાં એન્ટિ બેક્ટેરિયલ ફેસવૉશથી ચહેરો ધોવાનું રાખો. સૂતાં પહેલાં મોઇશ્ચરાઈઝર લગાવો.
ડલ સ્કિનઃ જો સ્કિન ડલ પડી ગઈ હોય તો ચમક માટે મડપેક લગાવી શકાય. ઘરગથ્થુ ઉપચાર તરીકે ચણાના લોટમાં દૂધ મેળવી થોડી વાર ચહેરા પર લગાવી ચહેરો સાદા પાણીથી ધોઈ લેવો.

સ્કિન ઈચિંગઃ સ્કિનમાં ઈચિંગનો પ્રોબ્લેમ હોય તો વોટરબેઝ વગરનું મોઇશ્ચરાઈઝર લગાવો ને બને તેટલી સ્કિનને ડ્રાય રાખો.

વાળની સંભાળઃ વરસાદમાં મોટાભાગે આપણે સ્કિન અને પગની જ સંભાળ રાખીએ છીએ પણ વાળ તરફ ધ્યાન આપતા જ નથી. જો વાળ પ્રત્યે આ સિઝનમાં બેદરકારી રખાય તો વાળમાં પણ ઈન્ફેક્શન લાગી શકે છે. વરસાદમાં શક્ય હોય ત્યાં સુધી વાળને પલાળવા નહીં અને જો પલળી ગયા હોય તો તરત જ સારા શેમ્પૂથી વૉશ કરી કન્ડિશનર લગાવી દો. વાળ ભીના થવાથી હવામાંનાં રજકણો વાળના સ્કૅલ્પમાં ચોંટી જાય છે અને તેનાથી વાળને નુકસાન થાય છે. બને ત્યાં સુધી વાળને કવર કરીને જ બહાર નીકળો. ભીના વાળને સૂકવવા માટે શક્ય હોય ત્યાં સુધી કાંસકાને બદલે આંગળીઓથી કોરા કરો.

પગની સંભાળઃ ચોમાસામાં પગમાં વાઢિયા થઈ જવાની કે પછી ઈન્ફેક્શન થવાની સમસ્યા સૌથી વધુ સતાવે છે. આ માટે મહિનામાં એક વખત પેડીક્યોર કરાવો તેમજ ઘરગથ્થુ ઉપાય તરીકે ગરમ પાણીની બાલદીમાં શેમ્પૂ નાખી ૧૫ મિનિટ માટે તેમાં પગ પલાળી રાખો. બાદમાં સ્ટોનથી વાઢિયાને ઘસીને પગ કોરા કરી તેના પર વેસેલિન લગાવો અને મોજાં પહેરી લો.

સોનલ અનડકટ

Krupa

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

17 hours ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

17 hours ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

17 hours ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

17 hours ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

17 hours ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

17 hours ago