કુશળ ડાન્સર છે ડેઈઝી શાહ

મુંબઇઃ થોડા દિવસ પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે ઐશ્વર્યા રાય બચ્ચન સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’માં જોવા મળશે, પરંતુ ઐશ્વર્યા આ ફિલ્મનો ભાગ નહીં હોય. સંજય લીલા ભણસાલી ઐશ્વર્યાના ફેવરિટ ડિરેક્ટર છે, પરંતુ આ વખતે ફિલ્મમાં તેઓ ઐશ્વર્યાને સમાવી નહીં શકે. સંજય લીલા ભણસાલીના નજીકનાં સૂત્રોએ જણાવ્યું કે સંજય અને ઐશ્વર્યા મળતાં જરૂર રહે છે, પરંતુ એશ તેમની ફિલ્મમાં કામ કરવાની નથી. થોડા સમય પહેલાં સંજય એશને તેના જ ઘરે એક પાર્ટીમાં પણ મળ્યા હતા, પરંતુ ત્યાં લોકો દોસ્ત હોવાના નાતે મળ્યા હતા. ફિલ્મને લઇને હજુ કોઇ ડિસ્કશન થયું નથી. સંજય પણ ઐશ્વર્યાને દોસ્ત માને છે, પરંતુ ‘પદ્માવતી’ને લઇને તેની સાથે કોઇ વાત થઇ નથી.

સૂત્રોની વાત માનીએ તો ફિલ્મમાં કોઇ આઇટમ સોંગનો સ્કોપ નથી. અત્યાર સુધી ચર્ચા હતી કે ઐશ્વર્યા આ ફિલ્મમાં એક આઇટમ નંબર કરવાની છે. આ ફિલ્મમાં દીપિકા પદુકોણ, રણવીરસિંહ અને શા‌િહદ કપૂર મુખ્ય કલાકારો છે. જ્યારે ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’ આવી હતી ત્યારે ઐશ્વર્યાને એક આઇટમ સોંગ કરવાની ઓફર કરી હતી, પરંતુ ઐશ્વર્યાને તેના લિરિક્સ પસંદ ન આવતાં આ સોંગ પ્રિયંકા ચોપરાએ કર્યું હતું અને લોકોએ પ્રિયંકાને તે ગીતમાં પસંદ પણ કરી હતી. જોતજોતામાં આ ગીત હિટ બની ગયું હતું. હવે જોવાનું એ છે કે ઐશ્વર્યા અને ભણસાલી ક્યારે કઇ ફિલ્મ માટે એકસાથે આવે છે.

home

 

You might also like