મોદી સરકારની મોટી જાહેરાત, ITI પાસ કરશો તો મળશે 10-12નું સર્ટિફિકેટ

નવી દિલ્હી: આઇટીઆઇ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આઇટીઆઇ પાસ કરનાર વિદ્યાર્થીઓને હવે 10મું અને 12મું પાસ ગણવામાં આવશે. મોદી સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

માનવ સંસાધન મંત્રાલય અને કૌશલ વિકાસ મંત્રાલય વચ્ચે એક કરાર થયો છે. કરાર બાદ આઇટીઆઇ પાસ વિદ્યાર્થીઓને પણ 10મા અને 12માની ડિગ્રી આપવામાં આવશે.

જો કોઇ વિદ્યાર્થીએ 8મું પાસ કર્યા બાદ આઇટીઆઇ પાસ કર્યું છે તો તેને આઇટીઆઇના સર્ટિફિકેટની સાથે 10માનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. એટલે કે તેને 10મું પાસ ગણવામાં આવશે.

આ જ પ્રકારે 10મું પાસ કર્યા બાદ કોઇ વિદ્યાર્થી આઇટીઆઇનો કોર્સ કરે છે તો તેને આઇટીઆઇની સાથે 12મા સર્ટિફિકેટ આપવામાં આવશે. એટલે કે તેને અલગથી 12મું પાસ કરવાની જરૂર નહી પડે અને તે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી શકશે.

સરકારે દેશભરના 2500 બ્લોકમાં આઇટીઆઇ ખોલવાનો નિર્ણય કર્યો છે જે બ્લોકમાં હજુ સુધી કૌશલ્ય અને ટેકનિકલ ટ્રેનિંગની કોઇ વ્યવસ્થા નથી.

રાજીવ પ્રતાપ રેડ્ડીના અનુસાર આવા બ્લોકોમાં 1500 નવી આઇટીઆઇ ખોલવાનો પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટમાં મંજૂરી માટે લાવવામાં આવશે. બધી આઇટીઆઇ પીપીપી મોડલ પર બનાવવામાં આવશે.

એટલું જ નહી આ વર્ષથી યુનિવર્સિટીના આધાર પર આઇટીઆઇ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ આયોજિત કરવામાં આવશે. પહેલાં દિક્ષાંત સમારોહમાં પીએમ મોદી ભાગ લે તેવી સંભાવના છે.

You might also like