મોદી કેબિનેટમાંથી કઠેરિયા અને નિહાલચંદ સહિત છ મંત્રીઓના રાજીનામાં

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે વર્ષના કાર્યકાળમાં મંત્રીમંડળના બીજા વિસ્તાર પછી છ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધું છે. તેની સાથે જ મંત્રીઓની રજા સાથે જોડાયેલી એટરોળો પણ પૂરી થઇ ગઇ.

રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ નિહાલચંદ, રામશંકર કઠેરિયા, સાંવરલાલ જાટ, મનસુખ બસાવા, મોહન કુંડારિયા અને જીએમ સિદ્ધેશ્વરએ મંત્રી પદેથી પોતાનું રાજીનામાં આપી દીધું છે.

મળતી માહિતી અનુસારસરકારના બે વર્ષના કામકાજના રિપોર્ટ અનુસાર પીએમ મોદીએ પહેલાથી કેટલાક મંત્રીઓને ધરે જવાના સંકેત આપી દીધા હતા. તો બીજી બીજુ ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ જલ્દી સંગઠનમાં કેટલાક લોકો સાથે જોડાવવાના છે. તે માટે પણ તેમને કેટલાક જાણીતા ચહેરા માટે દરકાર કરી.

જો કે નિહાલ ચંદ અને રામ શંકર કઠેરિયા બંને નેતાઓ મંત્રી રહ્યા હતા ત્યારે વિવાદોમાં હતા. નિહાલ ચંદ રાજસ્થાનના ગંગાનગર સીટથી સાંસદ બન્યા હતા અને પહેલી વખત જ મોદીની ટીમમાં સમાવેશ થઇ ગયો હતો. જ્યારે રામ શંકર કઠેરિયા યૂપીના આગ્રાથીસાસંદ હતા અને દલિત સમુદાયમાં તેમની સારી પકડ માનવમાં આવતી હતી.

રાજસ્થાનની અજમેર સીટથી સાંસદ સાંવર લાલ જાટ મોજી સરકારમાં જળ સંસાધન રાજ્યમંત્રી હતા. તો મનસુખ બસાવા કેન્દ્ર સરકામાં આદિવાસી કલ્યાણ રાજ્યમંત્રી કામ જોઇ રહ્યા હતા. તેઓ ગુજરાતના ભરૂચથી સાસંદ હતા. ગુજરાતના જ રાજકોટમાંથી સાસંદ મોહન કુંડારિયા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તો જીએમ સિદ્ધેશ્વરા કર્ણાટકના દેવનગરેથી ભાજપના સાંસદ હતા.

રાજીનામું આપનારામાંથી 6 મંત્રીઓમાં કર્ણાટક અને યૂપીથીએક એક અને રાજસ્થાન અને ગુજરાતથી બે બે મંત્રીઓ હતા. ગુજરાત, કર્ણાટક અને યૂપીમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ભાજપ કર્ણાટક અને યૂપીમાં સરકાર બનાવવા ઇચ્છે છે તો ગુજરાતમાં સતત વાપસીની યોજના પણ બનાવી રહી છે. એટલા માટે આ સિનિયર નેતાઓને ચૂંટણીના કારણે રાજ્યોમાં સંગઠનનું કામ લધારવા માટે લગાડી શકાય છે.

રાજીનામું આપતા પહેલા કઠેરિયાએ સોમવારે કહ્યું કે,’હું પાર્ટીનો કારયકર્તા છું અને પાર્ટી જ્યાં કહેશે ત્યાં કામ કરવા તૈયાર છું. પહેલા પણ સંગઠનમાં હતો, હજુ પણ સંગઠનમાં કામ કરીશ. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હજુ વધારે મહેનત કરીશ અને ઉત્તરપ્રદેશમાં ભાદપની સરકાર બનશે. મને મંત્રીમંડળથી ખસેડાયો તેનું કોઇ દુખ નથી’.

You might also like