આ છ ક્રિકેટરો બે દેશ તરફથી રમ્યાં છે વિશ્વકપ…

હાલમાં ભારતમાં ટી-20 વર્લ્ડકપની ધૂમ ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટ પ્રથમ રાઉન્ડ 8 માર્ચથી શરૂ થઇ ચૂક્યો છે. પ્રથમ મેચ હોંગકોંગ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઇ હતી. આ મેચની ખાસિયત એ હતી કે હોંગકોંગ તરફથી રમનાર રેયાન કેમ્પબેલ આ અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી રમી ચૂકયો છે. આ રીતે તેને બે દેશ તરફથી રમવાની તક મળી છે. આપણે અત્યારે એવા છ ખેલાડીઓ અંગે જાણકારી મેળવશું કે જેઓને બે દેશ તરફથી વિશ્વકપ રમવાની તક મળી હતી પછી ભલે હોય તે વન ડેનો વર્લ્ડકપ કે ટી-20નો વર્લ્ડકપ…

ઇયાન મોર્ગન
આ યાદીમાં સૌ પ્રથમ નામ ઇંગ્લેન્ડના ઇયાન મોર્ગનનું છે. આ નામ એટલા માટે પણ ખાસ થઇ જાય છે કે, તે ઇંગ્લેન્ડની ટીમ તરફથી રમી રહ્યાં છે એટલું જ નહીં પણ તે ટી-20 ટીમના સુકાની પણ છે. આઇપીએલમાં તે રોયલ બેગલુરૂ ટીમ તરફથી રમ્યાં છે. ઇયાન મોર્ગને તેની ક્રિકેટની શરૂઆત આયરલેન્ડની ટીમ તરફથી કરી છે. તેનો 2006 થી 2009 સુધી આયલેન્ડની ટીમમાં સમાવેશ થયો હતો. એટલું જ નહીં 2007માં આયરલેન્ડની વર્લ્ડકપ ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી. તેણે આયરલેન્ડ તરફથી 23 વનડેમાં 744 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. ત્યારબાદ મોર્ગન 2009થી ઇંગ્લેન્ડની ટીમ સાથે જોડાયો. ઇંગ્લેન્ડ તરફથી મોર્ગને 137 વનડેમાં 4012 રન બનાવ્યા છે. તેણે ઇંગ્લેન્ડ તરફથી 7 સદી તેમજ 24 અડધી સદી ફટકારેલ છે. જો તેનો ટી-20 રેકર્ડ જોઇએ તો તેણે ઇંગ્લેન્ડમાં ટી-20 ડેબ્યુ કર્યું હતું. મોર્ગેને અત્યારસુધીમાં 56 ટી-20 મેચ રમી છે જેમાં 1333 રન બનાવ્યા છે. તે ઇંગ્લેન્ડની આ ટી-20 વર્લ્ડકપની ટીમનો સુકાની છે.

રિલોફ વૈન ડર મર્વે
મર્વએ 2009માં દક્ષિણ આફ્રિકા માટે પ્રથમ ટી-20 મેચ ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ રમી હતી. જેમાં તેણે 30 બોલમાં 48 રન બનાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેનું પ્રદર્શન સારુ રહ્યું નહીં. તેનો 2009ના ટી-20 વિશ્વકપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આફ્રિકાની ટીમમાં ખાસ પ્રદર્શન નહી કરનાર મર્વે 2015માં નેધરલેન્ડની ટીમ સાથે જોડાયો. નેધરલેન્ડ તરફથી મર્વેએ 7 મેચમાં 66 રન બનાવ્યા છે. મર્વે નેધરલેન્ડની ટીમ તરફથી 2016નો ટી-20 વર્લ્ડકપ રમશે.

કેપલર વેસલ્સ
કેપલર વેસલ્સે ઓસ્ટ્રેલિયા તરફથી 54 મેચ રમી છે. જેમાં એક સદી તેમજ 14 અડધી સદી બનાવી છે. જેમાં તેને ઓસ્ટ્રેલિયા તરફથી 1983નો વર્લ્ડકપ રમવાની તક મળી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા ટીમની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી બાદ તેને આફ્રિકાની ટેસ્ટ ટીમના સુકાની બનવામાં આવ્યો. વેસલ્સે આફિકા તરફથી 55 વનડેમાં 1627 રન બનાવ્ય. તેણે આફ્રિકા તરફથી 1992ના વર્લ્ડકપમાં રમવાની તક મળી હતી.

ઇડ જોએસ
જોએસે ઇંગ્લેન્ડ તરફથી 2006માં પ્રથમ વનડે રમ્યોહતો. ત્યાર બાદ તેનો 2007ની વર્લ્ડકપની ટીમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે ઇંગ્લેન્ડ તરફથી 17માં 471 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ બાદ તેણે પોતાની કેરિયર આયરલેન્ડ સાથે આગળ ધપાવી. જોએસે આયરલેન્ડ તરફથી 2011માં પ્રથમ વન ડે રમી. ત્યારબાદ તે 2014નો ટી-20 વર્લ્ડકપ આયરલેન્ડ વતી રમ્યો. આયરલેન્ડ તરફથી તેણ 39 વન ડેમાં 1273 રન બનાવ્યા. જેમાં બે સદી અને 8 અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે ટી-20માં 16 મેચમાં 404 રન બનાવ્યા.

ડિર્ક નેન્સ
નેધરલેન્ડ તરફથી નેન્સ માત્ર બે ટી-20 મેચ રમ્યો છે. તે 2009ના ટી-20 વર્લ્ડકપની બે મેચ રમ્યો છે. જેમાં પ્રથમ ઇંગ્લેન્ડ અને બીજી પાકિસ્તાન સામે રમ્યો હતો. નેધરલેન્ડ તરફથી બે મેચ રમ્યા બાદ તેણે ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી રમવાનું શરૂ કર્યું. તેણે ઇંગ્લેન્ડ સામે ઓસી. ટીમમાંથી રમવાની શરૂઆત કરી. તેનો 2010ના ટી-20 વર્લ્ડકપ માટે ટીમમા સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે ઓસી તરફથી 15 મેચમાં 27 વિકેટ ઝડપી.

એન્ડરસન કમિન્સ
ઓલરાઉન્ડર તરીકે કારકિર્દીની શરૂઆત કરમાર કમિન્સ 1991માં વેસ્ટ ઇન્ડિઝ તરફથી પ્રથમ મેચ રમ્યો હતો. 1992ના વર્લ્ડકપમાં તેનો વિન્ડીઝ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે વેસ્ટ ઇન્ડિઝ માટે 63 વન ડેમાં 2246 રન તેમજ 78 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેને કનાડા ટીમ તરફથી રમવાની તક મળી હતી. જયાં તેનો 2007ના વન ડે વર્લ્ડકપમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે કેનેડા તરફથી 13 મેચમાં 631 રન તેમજ 13 વિકેટ ઝડપી છે.

You might also like