શહેરમાં અપઘાતનો સિલસિલો : બે યુવતી સહિત વધુ છ વ્યક્તિએ જીવન ટુંકાવ્યું

અમદાવાદ: શહેરના જુદા જુુદા વિસ્તારમાં આપઘાતના છ બનાવો બન્યા છે જેમાં ત્રણ વ્યક્તિએ ગળેફાંસો ખાઇ અને ત્રણ જણાંએ નદીમાં પડતું મૂકી જીવન ટુંકાવી નાખતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વટવામાં બચુભાઇના કૂવા પાસે આવેલ હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતી ગિરિજાબહેન પુષ્પેન્દ્રભાઇ ચૌધરી નામની ર૮ વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જ્યારે કૃષ્ણનગરમાં રાધેશ્યામ મંદિર પાસે આવેલ પ્રેમનગરમાં રહેતા રામકુમાર ગગનદાસ આસુદાણીએ પણ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટુુંકાવી નાખ્યું હતું. બહેરામપુરામાં નવચેતન સોસાયટીમાં રહેતી દીનાબહેન દીપકભાઇ ચારણ નામની પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જ્યારે બાપુનગરમાં ભક્તિ રેસિડન્સી ખાતે રહેતા અક્ષય ભરતભાઇ ચાવડા અને દસક્રોઇ તાલુકાના મીરોલી વાણિયાવાસ ખાતે રહેતા રાજેશભાઇ નાનુભાઇ શાહે સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

ગોમતીપુરમાં આવેલી શેઠ કોઠાવાળાની ચાલીમાં રહેતા હસમુખ ગણેશભાઇ પરમાર નામના ર૩ વર્ષના યુવાને સુભાષબ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી. તેમજ સિંગરવા ખાતે રહેતા રામકિશન બચુલાલ વર્મા નામના આધેડે રોપડા બ્રિજ નજીકથી પસાર થતી રેલવે લાઇન પર ટ્રેનની અડફેટે આવી જતાં તેમનું મોત થયું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like