દેશમાં છ નવી IIT બનશેઃ કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી

નવી દિલ્હી: વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી પ્રધાન મંડળની બેઠકમાં દેશમાં નવી છ આઈઆઈટી બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આઈઅેસઅેએમ ધનબાદને આઈઆઈટીમાં પરિવર્તન કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. છ નવા આઈઆઈટીમાં તિરુપતિ (આંધ્રપ્રદેશ), પલકકડ (કેરળ), ધારવાડ (કર્ણાટક), ભિલાઈ (છત્તીસગઢ) ગોવા અને જમ્મુનો સમાવેશ થાય છે.

ટેકનોલોજી સંસ્થાના અધિનયમ 1961 હેઠળ આ છ નવી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે. અને તેને રાષ્ટ્રીય સંસ્થા તરીકે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત આઈએસએમ,ધનબાદનું રૂપાંતરણ કરી આઈઆઈટી બનાવવા મંજૂરી આપવામાં આવશે.

You might also like