યુપીમાં અેક દિવસમાં છ કરોડ છોડ રોપવાનો વિક્રમ નોંધાશે

લખનૌ: અગાઉ અેક દિવસમાં ૧૦ લાખ છોડ રોપવાનો રેકોર્ડ બનાવ્યા બાદ યુપીમાં હવે અેક દિવસમાં છ કરોડ છોડ રોપવાનું આયોજન કરવામાં આવશે. જુલાઈ માસમાં આ આયોજન હાથ ધરાશે.  યુપીના મુખ્ય સચિવ આલોક રંજને આ અંગે કાર્યયોજના તૈયાર કરાવવા આદેશ આપ્યો છે. તેમણે ગ્રીન યુપી અભિયાન હેઠળ આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ડીએમની અધ્યક્ષતામાં દરેક જિલ્લામાં કમિટી રચવા પણ આદેશ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ અભિયાનમાં વિભાગીય વન અધિકારી નોડલ ઓફિસર રહેશે. આ ઉપરાંત અન્ય જિલ્લા સ્તરના અધિકારીઓને સભ્ય બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે મિશનને સફળ બનાવવા પ્રદેશને ઝોન અને સેક્ટરમાં વહેંચી સતત મોનિટરીંગ માટે સેકટર ઓફિસર નિમવામાં આવશે. વૃક્ષારોપણ માટે વિભાગીય બજેટથી ૦.૫ ટકા બજેટખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવશે. મિશન હેઠળ વન વિભાગ ત્રણ કરોડ, ગ્રામ્ય વિકાસ વિભાગ બે કરોડ અને અન્ય વિભાગ અેક કરોડ છોડ રાપશે.

You might also like