છ કંપનીઓની માર્કેટ કેપમાં રૂ. ૩૮,૨૨૧ કરોડનો ઘટાડો

મુંબઇ: સેન્સેક્સની દશમાંથી છ કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૩૮,૨૨૧ કરોડનો ઘટાડો નોંધાયો છે. પાછલાં સપ્તાહે કોલ ઇન્ડિયા કંપનીની માર્કેટને સૌથી વધુ નુકસાન થયું છે. કોલ ઇન્ડિયા સહિત ઓએનજીસી, એસબીઆઇ, આઇટીસી, હિંદુસ્તાન યુનિલિવર અને એચડીએફસી બેન્કની માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે.

કોલ ઇન્ડિયાની માર્કેટ કેપમાં ૧૨,૦૦૧ કરોડનો ઘટાડો નોંધાઇ રૂ. ૧,૮૨,૦૩૭ કરોડની સપાટીએ આવી ગઇ છે. જ્યારે આઇટીસી કંપનીની માર્કેટ કેપ રૂ. ૧૧,૨૧૦ કરોડ ઘટીને રૂ. ૨,૭૪,૫૬૫ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. હિંદુસ્તાન યુનિલિવર કંપનીમાં રૂ. ૫,૯૫૧ જ્યારે એચડીએફસી બેન્કની માર્કેટ કેપમાં રૂ. ૪,૩૬૫ કરોડનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ઓએનજીસી કંપનીની માર્કેટ કેપ રૂ. ૩,૭૨૧ કરોડ ઘટી છે. એ જ પ્રમાણે એસબીઆઇ કંપનીની માર્કેટ કેપ રૂ. ૯૭૦ કરોડ ઘટીને રૂ. ૨,૦૫,૫૨૦ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે.

તો બીજી બાજુ ટીસીએસ, રિલાયન્સ, ઇન્ફોસિસ અને એચડીએફસીની માર્કેટ કેપમાં રૂ. ૩૧,૮૮૭ કરોડનો સુધારો નોંધાયો છે. ટીસીએસ રૂ. ૧૭,૩૯૮, રિલાયન્સમાં રૂ. ૧૦,૧૦૩, ઇન્ફોસિસમાં રૂ. ૩,૮૭૦, જ્યારે એચડીએફસીની માર્કેટ કેપમાં રૂ. ૫૧૫ કરોડનો વધારો નોંધાયો છે. સેન્સેક્સની માર્કેટ કેપની યાદીમાં ટીસીએસ પ્રથમ ક્રમે રહી છે.

home

You might also like