સીતાપુરમાં બાલામઉ જતી ટ્રેન પાટા પરથી ઊતરી: જાનહાનિ ટળી

સીતાપુર: યુપીમાં ‍વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સીતાપુરમાં ૫૪૩૨૨ બાલામઉ-બુઢવલ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઊતરી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે પેસેન્જરોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેના કારણે યાત્રિકોએ અનેરેલવે વિભાગે રાહત અનુભવી હતી.

આ ટ્રેન બુઢાવલથી બાલામઉ તરફ જતી હતી. ત્યારે આ ટ્રેન જ્યારે પોલીસ લાઈન નજીકના ક્રોસિંગ પાસે પહોંચી હતી ત્યારે સીતાપુર કૈંટ સ્ટેશન નજીકથી થોડા જ અંતરે ટ્રેનના એન્જિનના બે પૈડા પાટા પરથી ઊતરી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી જવા છતાં ટ્રેનમાં બેઠેલા તમામ યાત્રિકો સુરક્ષિત છે. આ દુર્ઘટના બાદ થોડો સમય અફરાતફરી મચી જવા પામી હતી. જોકે બાદમાં રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળ‍વી તે અંગે તપાસ કરી હતી.જોકે બાદમાં આ ટ્રેક પર થોડો સમય ટ્રાફિક જામ થયો હતો. પરંતુ બાદમાં પરિસ્થિતિ થાળે પડી જતા થોડા સમયમાં ટ્રેન વ્યવહાર પૂર્વવત બની ગયો હતો. ગઈ કાલે રાતે બનેલી આ ઘટના અંગે ટ્રેક પર કોઈ વાંધાજનક ચીજ કે અન્ય ખામી હતી કે કેમ? તે અંગે હાલ રેલવે વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે.

You might also like