યૂપીના સીતાપૂરમાં રાહુલ પર ફેંકાયું જૂત્તુ

નવી દિલ્હીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે જ્યારે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં રોડ શો માટે ગયા  હતા. ત્યાં તેની પર એક સ્થાનિક વ્યક્તિ દ્વારા જૂત્તુ ફેકવામાં આવ્યું હતું. પોલીસે તુરંત જૂત્તુ ફેકનાર યુવકની ધરપકડ કરી છે.

જોકે હજી સુધી એ માહિતી સામે નથી આવી કે રાહુલ ગાંધી પર પર તે વ્યક્તિએ કેમ જૂત્તુ ફેક્યું હતું. પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે. જુઓ આ વીડિયો જેમાં રોડ શો દરમિયાન રાહુલ ગાંધી તેના સાથી સાથે વાચચીત કરી રહ્યો છે. ત્યાં જ અચાનક જૂત્તુ તેના મો તરફ ફેકાય છે. આ ઘટનાથી રાહુલ ગાંધી પણ ચોકી ગયો હતો. જો કે વધારે પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસે તે યુવાનની ઘરપકડ કરી લીધી છે. હાલ રાહુલ યૂપી ચૂંટણી પ્રાચર કરી રહ્યો છે. તે યુપીમાં ઠેર ઠેર ખાટ સભા અને રેલી યોજી રહ્યો છે. ત્યારે આ જે સ્થાનિકે રાહુલ પર જૂત્તુ ફેકી રાહુલ પ્રત્યેનો પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.

You might also like