નરોડા પાટિયા હત્યાકાંડઃ જજ આજે ઘટનાસ્થળની મુલાકાત લેશે

નરોડા પાટિયા ગામ હત્યાકાંડ મામલે કેસના જજ આજે નરોડા ગામની મુલાકાત લેશે અને ઘટનાસ્થળની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટીવ ટીમ)એ 2002ના રમખાણ વખતે થયેલા નરોડા હત્યાકાંડ મામલે જજને ભૌગોલિક સ્થિતિ જાણવા માટે સ્થળની મુલાકાત લેવા વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નરોડા ગામ હત્યાકાંડ કેસમાં આરોપી માયાબેન કોડનાનીના બચાવપક્ષે સાક્ષી તરીકે જુબાની આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સ્પેશિયલ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમિત શાહ સિવાય 187 લોકો સાક્ષી નિવેદન માટે રજૂ થયા હતા. અમિત શાહે ગવાહીમાં કહ્યું હતું કે, ‘માયા કોડનાની હત્યાકાંડ વખતે નરોડા ગામમાં હાજર ન હતા. તેઓ સવારે 8.30 વાગ્યે વિધાનસભામાં હાજર હતી.’

વર્ષ 2002માં નરોડા ગામમાં હત્યાકાંડ સર્જાતા 11 લોકોની હત્યા થઇ હતી. આ મામલે 82 આરોપીઓની ધરપકડ થઇ હતી અને માયા કોડનાની પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ હતો.

You might also like