3 લાખની વધારેની રોકડ લેવડ દેવડ અટકાવવાની SITની ભલામણ

નવી દિલ્હી : કાળાનાણા મુદ્દે સુપ્રીમ કોર્ટની સીટે પોતાનો પાંચમો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવી દીધો છે. એસઆઇટીએ પોતાનાં રિપોર્ટમાં કેટલીક મહત્વની ભલામણો કરી છે. જેમાં સૌથી મહત્વની છે કે કે 3 લાખ સુધીની જ લેવડદેવડ રોકડમાં કરવાની પરવાનગી આપવામાં આવી છે. તેનાંથી વધારેની કોઇ પણ લેવડ દેવડ રોકડમાં કરવી બિનકાયદેસર જાહેર કરવાની ભલામણ કરવામાં આવી છે.

એસઆઇટીનાં રિપોર્ટ અનુસાર કેશ રાખવાની મહત્તમ સીમાં 15 લાખ રૂપીયાની નિર્ધારિત કરવામાં આવે. જો કોઇ વ્યક્તિનો વ્યવસાય કોઇ ખાસ પ્રકારનો હોય તેવી પરિસ્થિતીમાં તેણે આવકવેરા વિભાગ પાસેથી પરવાનગી લેવી પડશે. તે ઉપરાંત મોદી સરકારની ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ 2016 હેઠળ જાહેર કરનારા હવે વ્યાજ અને દંડની રકમ ત્રણ હપ્તામાં ચુકવી શકે છે. જેથી કાળાનાણાં રાખનારાઓને 1 જુનથી ચાલુ 4 માસની વિંડો આપવામાં આવી છે.

આ સ્કિમ હેઠળ 45 ટકા ટેક્સ ચુકવીને નાણાને જાહેર કરી શકે છે અને તેને કાયદેસર કરી શકે છે. સાથે જ સરકાર તેને તે પણ નહી પુછે કે આ નાણાં ક્યાંથી આવ્યા અથવા તો ક્યાંથી કમાણી કરી. કાળા નાણા જાહેર કરનાર વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.

You might also like