બહેનના પ્રેમીને બેઝબોલ સ્ટિકના ફટકા મારી પતાવી દીધો

અમદાવાદ: શહેરમાં હત્યાની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે ગઇ કાલે વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં ભાઈએ બહેનના પ્રેમીની જાહેરમાં ઘાતકી હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. લગ્નમાં જવા માટે મિત્રો સાથે ઊભેલા યુવકના માથામાં એક શખ્સે બેઝબોલની ‌િસ્ટક મારતાં યુવકનું વીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઇ હોવાનું પોલીસની પ્રાથ‌િમક તપાસમાં સામે આવ્યું છે. વાસણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

બહેરામપુરાની સાકરચંદની ચાલીમાં રહેતા બેજુભાઇ મારવાડીએ પુત્રના હત્યા કરવાના ગુનામાં વિનોદ દીપા (મારવાડી) નામના યુવક વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર બેજુભાઇનો પુત્ર ભાવેશ મારવાડી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇ કાલે લગ્નમાં જવાનું હોવાથી ભાવેશ તેના મિત્રો સાથે વાસણાના ગુપ્તાનગર ખાતે ઊભો હતો. દરમિયાનમાં સોમેશ્વરનગરમાં રહેતો વિનોદ મોકાજી દીપા ભાવેશ પાસે આવ્યો હતો અને બેઝબોલની ‌િસ્ટકથી તેના માથામાં અસંખ્ય વખત હુમલો કર્યો હતો.

વિનોદે ભાવેશ પર હિંસક હુમલો કરતાં તે ગંભીર રીતે ઘવાયો હતો, જેમાં તેને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ ભાવેશને મૃત જાહેર કર્યો હતો. ભાવેશના મોતની જાણ તેના પરિવારને થતાં તેઓ તાત્કા‌િલક વીએસ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. વેજલપુર પોલીસે વિનોદ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી લીધી છે.

વાસણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પટેલે જણાવ્યું છે કે વિનોદની બહેન સાથે ભાવેશને પ્રેમસંબંધ હોવાની શંકા રાખીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભાવેશની હત્યા કરવા માટેનું કાવતરું વિનોદે ઘડીને રાખ્યું હતું. ગઇ કાલે વિનોદને તક મળતાં ભાવેશના માથા પર અસંખ્ય વખત બેઝબોલની ‌િસ્ટક મારીને હત્યા કરી નાસી છૂટ્યો હતો. મોડી રાતે વિનોદની સઘન શોધખોળ કર્યા બાદ પોલીસે તેની અટકાયત કરી છે.
બે મહિનામાં અમદાવાદમાં 14 હત્યાના બનાવ બન્યા છે, જેમાં ગત મહિને 8 હત્યા થઇ છે ત્યારે એપ્રિલ મહિનામાં 6 હત્યાના બનાવ બન્યા છે. છેલ્લા 10 દિવસમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની આ બીજી ઘટના શહેરમાં બની છે.

http://sambhaavnews.com/

You might also like