સાળીના પ્રેમમાં અંધ બનેલા યુવાને પત્નીને કાઢી મૂકી

અમદાવાદ: સગી સાળીના પ્રેમમાં અંધ બનેલા યુવાને પત્ની પર શારીરિક, માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મૂકતાં આ અંગેની ફરિયાદ મેટ્રો પોલિટન કોર્ટમાં દાખલ થઇ છે. પીડિત યુવતીએ તેના પ‌િત સામે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

નરોડા‌માં રહેતાં સીમાબહેનનાં લગ્ન ઇસનપુરમાં રહેતા રાહુલ પટેલ સાથે ર૦૦૮માં થયાં હતાં. ર૦૧૩માં સીમાએ પુત્રને જન્મ આપ્યો હતો. સીમાએ કરેલા આક્ષેપ પ્રમાણે ડિલિવરી સમયે તે પિયર આવી હતી. તેને મળવા માટે રાહુલ સાસરીમાં આવતો જતો હતો. તે વખતે સીમાની નાની બહેન અંજલિ કોલેજના ત્રીજા વર્ષમાં સાયન્સમાં અભ્યાસ કરતી હતી. રાહુલ અને સીમા વચ્ચે પ્રેમ પ્રણય થતા બે વર્ષ પહેલાં રાહુલે સીમાને ઘરમાંથી કાઢી મૂકી હતી. સીમા-રાહુલ વચ્ચે સમાધાન કરાવવા સગાં-સંબંધીઓએ પણ કોશિશ કરી હતી. જોકે તેમાં સફળતા નહીં મળતાં કોર્ટનાં દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે રાહુલને નોટિસ ઇશ્યૂ કરીને હાજર રહેવા આદેશ કર્યો છે. (પાત્રોનાં નામ બદલ્યાં છે)
http://sambhaavnews.com/

You might also like